RRC WR Group C and D Recruitment 2025 : ભારતીય રેલવે, પશ્ચિમ રેલવેના રેલવે ભરતી સેલ (RRC-WR) દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ગ્રુપ ‘C’ અને (પહેલાંના ગ્રુપ ‘D’) ગ્રુપ ‘D’ ની જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ, પશ્ચિમ રેલવેમાં કુલ ૨૧ ગ્રુપ ‘C’ અને ૪૩ ગ્રુપ ‘D’ (પહેલાંના ગ્રુપ ‘D’) જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૩૦ જુલાઈ ૨૦૨૫ (૧૦:૦૦ કલાક) થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ (૧૮:૦૦ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં SC/ST/OBC/EWS/PwBD માટે કોઈ આરક્ષણ નથી. ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે કે ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
લેવલ ૩/૨: ૧૨મું ધોરણ (+૨ સ્ટેજ) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અથવા મેટ્રિક્યુલેશન પાસ કરેલું હોવું જોઈએ અને કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસશીપ અથવા NCVT/SCVT દ્વારા માન્ય ITI અથવા માન્ય સંસ્થા દ્વારા માન્ય ડિપ્લોમા.
લેવલ ૧: ૧૦મું ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અથવા ITI અથવા ડિપ્લોમા અથવા NCVT દ્વારા આપવામાં આવેલ નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ (NAC).
RRC WR Group C and D Recruitment 2025 ઉંમર મર્યાદા
ઉંમર
૦૧/૦૧/૨૦૨૬ ના રોજ લઘુત્તમ ૧૮ વર્ષ અને મહત્તમ ૨૫ વર્ષ.
જન્મ તારીખ
૦૨/૦૧/૨૦૦૧ થી ૦૧/૦૧/૨૦૦૮ (બંને દિવસો સમાવેશ થાય છે) વચ્ચે જન્મેલા ઉમેદવારો જ અરજી કરી શકે છે.
RRC WR Group C and D Recruitment 2025 અરજી ફી
કેટેગરી
અરજી ફી (રૂ.)
SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/દિવ્યાંગ વ્યક્તિઓ/મહિલાઓ/લઘુમતીઓ અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC)
૨૫૦/- (રૂપિયા બસો પચાસ ફક્ત), જે ટ્રાયલમાં હાજર રહેલા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને બેંક ચાર્જ કાપીને પરત કરવામાં આવશે.
અન્ય તમામ ઉમેદવારો
૫૦૦/- (રૂપિયા પાંચસો ફક્ત), જે ટ્રાયલમાં હાજર રહેલા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને બેંક ચાર્જ કાપીને ૪૦૦/- રૂપિયા પરત કરવામાં આવશે.
ફીની ચુકવણી ઓનલાઈન ‘પેમેન્ટ ગેટવે’ દ્વારા અરજી પ્રક્રિયાના ભાગ રૂપે કરવાની રહેશે.
RRC WR Group C and D Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
તમામ પાત્ર ઉમેદવારોને ટ્રાયલ માટે બોલાવવામાં આવશે. ટ્રાયલ પછી, ફક્ત FIT ઉમેદવારો (ગેમ સ્કિલ, શારીરિક તંદુરસ્તી અને ટ્રાયલ દરમિયાન કોચના અવલોકનો માટે ૪૦ માંથી ૨૫ કે તેથી વધુ ગુણ મેળવનાર) ને ભરતીના આગલા તબક્કા માટે મૂલ્યાંકન કરવામાં આવશે. ટ્રાયલ કમિટી દ્વારા NOT FIT જાહેર કરાયેલા ઉમેદવારોનું આગળ મૂલ્યાંકન કરવામાં આવશે નહીં.
ગુણનું વિતરણ નીચે મુજબ રહેશે:
વર્ણન
મહત્તમ ગુણ
માન્ય સ્પોર્ટ્સ સિદ્ધિઓના મૂલ્યાંકન માટે (ધોરણો મુજબ)
૫૦ ગુણ
ગેમ સ્કિલ, શારીરિક તંદુરસ્તી અને ટ્રાયલ દરમિયાન કોચનું અવલોકન
૪૦ ગુણ
શૈક્ષણિક લાયકાત
૧૦ ગુણ
કુલ
૧૦૦ ગુણ
લઘુત્તમ ક્વોલિફાઈંગ માર્ક્સ નીચે મુજબ છે:
ક્રમ
પગાર/લેવલ
ગ્રેડ પે
લઘુત્તમ ક્વોલિફાઈંગ માર્ક્સ
૧
લેવલ ૫/૪
૨૮૦૦/૨૪૦૦
૭૦ ગુણ
૨
લેવલ ૩/૨
૨૦૦૦/૧૯૦૦
૬૫ ગુણ
૩
લેવલ ૧
૧૮૦૦
૬૦ ગુણ
RRC WR Group C and D Recruitment 2025 પગાર ધોરણ
આ ભરતીમાં ૭મા પગાર પંચ મુજબ લેવલ ૫/૪, લેવલ ૩/૨ અને લેવલ ૧ ના પગાર ધોરણમાં નિમણૂક અપાશે. પ્રારંભિક નિમણૂક પર, તે સમયે મળવાપાત્ર લેવલના લઘુત્તમ પગાર ઉપરાંત અન્ય ભથ્થાં પણ મળવાપાત્ર રહેશે. તાલીમ સમયગાળા દરમિયાન લાગુ પડતા સ્ટાઈપેન્ડ જ ચૂકવવામાં આવશે.