ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે જાહેરાત કરી છે. સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ, સમગ્ર રાજ્યમાં 9000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી રાજ્યની મહિલાઓ માટે એક શ્રેષ્ઠ તક છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટ, 2025 ના રોજ શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2025 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે. આ લેખમાં, અમે તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી, જેમ કે જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, પગાર અને અરજી કરવાની પદ્ધતિ વિશે જણાવીશું.
ગુજરાત આંગણવાડી ભરતી 2025 | Gujarat Anganwadi Bharti
પોસ્ટનું નામ | આંગણવાડી કાર્યકર અને તેડાગર |
કુલ જગ્યાઓ | 9000+ |
પગાર ધોરણ | ₹5,500 થી ₹10,000/- |
લાયકાત | ધોરણ 10 અને 12 પાસ |
છેલ્લી તારીખ | 30/08/2025 |
ફોર્મ મોડ | ઓનલાઈન |
ગુજરાત આંગણવાડી ભરતી જગ્યાઓ
સમગ્ર ગુજરાત રાજ્ય માટે જાહેર કરાયેલી જાહેરાત મુજબ, કુલ 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેનું વિવરણ નીચે મુજબ છે:
- આંગણવાડી કાર્યકર: 5000 જગ્યાઓ
- આંગણવાડી તેડાગર: 4000 થી વધુ જગ્યાઓ
ગુજરાત આંગણવાડી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે પોસ્ટ મુજબ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે:
- આંગણવાડી કાર્યકર માટે: ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ પછી AICTE માન્ય ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
- આંગણવાડી તેડાગર માટે: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર નીચે મુજબ હોવી જોઈએ:
- સામાન્ય ઉમેદવારો માટે: 18 વર્ષ પૂર્ણ અને 33 વર્ષથી વધુ નહીં.
- અગ્રતા ધરાવતા તેડાગર (કાર્યકરની પોસ્ટ માટે): 43 વર્ષથી વધુ નહીં.
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ નીચે મુજબનું માસિક માનદવેતન ચૂકવવામાં આવશે:
- આંગણવાડી કાર્યકર: ₹10,000/-
- આંગણવાડી તેડાગર: ₹5,500/-
- મીની આંગણવાડી કાર્યકર: ₹10,000/-
ગુજરાત આંગણવાડી ભરતી : પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે તૈયાર થયેલ ઓનલાઈન મેરીટ યાદીના આધારે કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. જોકે, જે આંગણવાડીમાં ભરતી હોય, તે જ આંગણવાડીમાં ફરજ બજાવતા તેડાગરને કાર્યકરની પસંદગીમાં નિયત શરતોને આધીન અગ્રતા આપવામાં આવશે.
અગત્યની તારીખો
આ ભરતી પ્રક્રિયાનું સંપૂર્ણ સમયપત્રક નીચે મુજબ છે, જે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે:
ક્રમ | વિગત | તારીખ | સમયગાળો |
---|---|---|---|
1 | ઓનલાઈન અરજી કરવા માટે | તા. 08/08/2025 થી તા. 30/08/2025 | 23 દિવસ |
2 | સીડીપીઓશ્રી દ્વારા ઓનલાઈન સ્કુટીની | તા. 31/08/2025 થી તા. 09/09/2025 | 10 દિવસ |
3 | પીઓશ્રી દ્વારા મેરીટ ખરાઈ અને જનરેશન | તા. 10/09/2025 થી તા. 19/09/2025 | 10 દિવસ |
4 | ઓનલાઈન અપીલ | તા. 20/09/2025 થી તા. 29/09/2025 | 10 દિવસ |
5 | અપીલ નિકાલ | તા. 30/09/2025 થી તા. 09/10/2025 | 10 દિવસ |
6 | પ્રમાણપત્ર ચકાસણી | તા. 10/10/2025 થી તા. 19/10/2025 | 10 દિવસ |
7 | હાજર થવા માટે | તા. 20/10/2025 થી તા. 19/11/2025 | 30 દિવસ |
ગુજરાત આંગણવાડી ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
- વેબસાઈટ પર આપેલ ભરતી સંબંધિત સૂચનાઓ અને નિયમો કાળજીપૂર્વક વાંચો.
- તમારા જિલ્લા/તાલુકા મુજબ જે તે આંગણવાડી કેન્દ્ર પસંદ કરી, કાર્યકર કે તેડાગરની પોસ્ટ માટે અરજી કરો.
- અરજી ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતના અને અન્ય ડોક્યુમેન્ટના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી, સુવાચ્ય રીતે અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરી, ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ સાચવી રાખો.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરી દે.
અગત્યની લિંક
સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
સ્વ ઘોસણા ફોર્મ: | અહીં ક્લિક કરો |
ખાસ સૂચનાઓ: | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |