ગુજરાત આંગણવાડી ભરતી : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9000+ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2025 છે. ઘણા ઉમેદવારો ફોર્મ ભરતી વખતે કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપતા નથી, જેના કારણે તેમની અરજી રદ થઈ શકે છે. આ આર્ટીકલમાં, અમે તમને ફોર્મ ભરતા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક અત્યંત જરૂરી સૂચનાઓ અને તમારા જિલ્લામાં કાર્યકર અને તેડાગરની કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતવાર માહિતી આપીશું.
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા મેરિટના આધારે કરવામાં આવશે, જેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. તેથી, અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવું અને સાચા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીચે આપેલી માહિતીને ધ્યાનપૂર્વક વાંચો જેથી તમારું ફોર્મ માન્ય રહે અને નોકરી મળવાની શક્યતાઓ વધી શકે.
ગુજરાત આંગણવાડી ભરતી 2025
પોસ્ટનું નામ | આંગણવાડી કાર્યકર અને તેડાગર |
કુલ જગ્યાઓ | 9934 (જાહેરાત મુજબ) |
પગાર ધોરણ | ₹5,500 થી ₹10,000/- |
લાયકાત | ધોરણ 10 અને 12 પાસ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30/08/2025 |
અરજી મોડ | ઓનલાઈન |
ગુજરાત આંગણવાડી ભરતી માટે જરૂરી સૂચના
ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા, દરેક મહિલા ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે:
- આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધીત મામલતદાર દ્વારા આપવાના થતા નિયત નમુનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે, ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઇએ.
- ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસુલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસુલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધીત નગરપાલિકા/મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ.
- આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું, જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધીત મામલતદારની કચેરીનું જ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી પહેલાનું ન હોવુ જોઈએ.
- અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- અરજદારે ઓનલાઇન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે.
- અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય, અને અરજદાર સામે પોલિસ ફરિયાદ થયેલ હોય, નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યકિત અરજી કરી શકાશે નહી.
- એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર/તેડાગર એક જ કુટુંબના સભ્ય માટે જેમ કે સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો, નણંદ-ભાભીના સંબંધ થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહી.
- જે કિસ્સામાં માર્કસશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/ કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્કસ/ટકાવારીનું પ્રમાણપત્ર/ માર્કસશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
- અરજીફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે. અપલોડ કરેલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ.
- જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારએ દરેક પ્રયત્નની ઓરીજીનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોના ગુણ જ ગણવાના રહેશે. નાપાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોના ગુણ જ ગણવા.
- આમ, કુલ ૭ વિષયના કુલગુણ ૭૦૦ હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી ૭૦૦ માંથી પાસ થયેલ વિષયોના ગુણ જ ગણવા. દાત- કુલ ગુણ ૭૦૦ માંથી ૩૨૫ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયમાં ૨૫ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ૩૦૦ ગણવાના રહેશે. ત્યારબાદ તે વિષયમાં ૫૦ ગુણ હોય તો કુલ ગુણ ૭૦૦ માંથી મેળવેલ ગુણ ૩૫૦ થશે.
- શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિ./કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઈએક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઈ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
ગુજરાત આંગણવાડી ભરતી જીલ્લા મુજબ જગ્યાઓ
ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર (હેલ્પર) માટે ભરતી થનાર જગ્યાઓની વિગત નીચે મુજબ છે:
શહેર-જિલ્લા | કાર્યકર | હેલ્પર |
---|---|---|
સુરત શહેર | 52 | 92 |
અમદાવાદ શહેર | 217 | 351 |
વડોદરા | 97 | 144 |
ગીર સોમનાથ | 86 | 91 |
ડાંગ | 32 | 27 |
પોરબંદર | 44 | 65 |
તાપી | 89 | 89 |
આણંદ | 179 | 215 |
ભાવનગર | 135 | 196 |
જૂનાગઢ | 90 | 124 |
મહીસાગર | 63 | 81 |
ગાંધીનગર શહેર | 11 | 22 |
વલસાડ | 159 | 158 |
નવસારી | 125 | 117 |
સુરત ગ્રામ્ય | 134 | 127 |
મોરબી | 101 | 182 |
જૂનાગઢ શહેર | 90 | 124 |
ખેડા | 136 | 160 |
ગાંધીનગર ગ્રામ્ય | 73 | 82 |
દેવભૂમિ દ્વારકા | 74 | 135 |
અમરેલી | 149 | 185 |
અમદાવાદ ગ્રામ્ય | 148 | 172 |
કચ્છ | 245 | 374 |
ભાવનગર શહેર | 37 | 46 |
નર્મદા | 81 | 73 |
મહેસાણા | 186 | 207 |
બનાસકાંઠા | 168 | 379 |
વડોદરા શહેર | 40 | 64 |
પંચમહાલ | 92 | 106 |
દાહોદ | 157 | 179 |
બોટાદ | 54 | 64 |
સાબરકાંઠા | 137 | 142 |
પાટણ | 130 | 166 |
સુરેન્દ્રનગર | 126 | 172 |
અરવલ્લી | 83 | 111 |
જામનગર શહેર | 44 | 41 |
રાજકોટ | 114 | 191 |
ભરૂચ | 81 | 120 |
છોટા ઉદેપુર | 80 | 112 |
જામનગર ગ્રામ્ય | 84 | 141 |
રાજકોટ ગ્રામ્ય | 36 | 48 |
ગુજરાત આંગણવાડી ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા માટે નીચેના પગલાં અનુસરો:
- સૌ પ્રથમ, ઓફિસિયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
- વેબસાઈટ પર આપેલ ભરતી સંબંધિત સૂચનાઓ અને નિયમો કાળજીપૂર્વક વાંચો.
- તમારા જિલ્લા/તાલુકા મુજબ જે તે આંગણવાડી કેન્દ્ર પસંદ કરી, કાર્યકર કે તેડાગરની પોસ્ટ માટે અરજી ફોર્મ ભરો.
- અરજી ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતના અને અન્ય ડોક્યુમેન્ટના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી, સુવાચ્ય રીતે અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરી, ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ સાચવી રાખો.
અગત્યની લિંક
સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |