GSSSB Horticulture Inspector Bharti 2025: કોલેજ પાસ ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી બાગાયત નિરીક્ષકની ભરતી, પગાર ₹ 40,800/-

 

GSSSB Horticulture Inspector Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળની બાગાયત નિયામક કચેરી, ગાંધીનગર હસ્તકની બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી કરવામાં આવશે. ઉમેદવારો માટે OJAS વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવે છે તેઓ આ તકનો લાભ લઈને સરકારી નોકરી મેળવી શકે છે.

આ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને નિર્ધારિત સમયગાળા (૨૬/૦૮/૨૦૨૫ થી ૦૯/૦૯/૨૦૨૫) દરમિયાન જ ફોર્મ ભરવું જરૂરી છે.

બાગાયત નિરીક્ષક Details

પોસ્ટનું નામબાગાયત નિરીક્ષક, વર્ગ-૩
કુલ જગ્યાઓ૧૪
પગાર ધોરણપ્રથમ ૫ વર્ષ માટે ₹૪૦,૮૦૦ ફિક્સ, ત્યારબાદ ₹૨૯,૨૦૦-₹૯૨,૩૦૦ (લેવલ-૫)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫

Horticulture Inspector Vacancy: જગ્યાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ની કુલ ૧૪ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓમાં કૅટેગરી મુજબ અનામત જગ્યાઓ પણ સામેલ છે. આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી.

Horticulture Inspector Eligibility: શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે:

  • કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા પોલિટેકનિકમાંથી હોર્ટિકલ્ચરમાં ડિપ્લોમા મેળવેલ હોવો જોઈએ.
  • ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

Horticulture Inspector Age Limit: ઉંમર મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો, મહિલા ઉમેદવારો, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

Horticulture Inspector Salary: પગાર ધોરણ

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹૪૦,૮૦૦નો ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ, ઉમેદવારને સાતમા પગાર પંચના ₹૨૯,૨૦૦/- થી ₹૯૨,૩૦૦/- (લેવલ-૫) ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાને પાત્ર થશે.

Horticulture Inspector Apply Online: ફોર્મ કઈ રીતે ભરવું?

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી ઓનલાઈન OJAS વેબસાઇટ મારફત જ સ્વીકારવામાં આવશે. ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

  1. સૌપ્રથમ, OJAS વેબસાઇટ `https://ojas.gujarat.gov.in` પર જાઓ.
  2. “Online Application” માંથી “Apply” પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
  3. જાહેરાત ક્રમાંક: ૩૪૫/૨૦૨૫૨૬, બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ ની જાહેરાત સામે “Apply now” પર ક્લિક કરો.
  4. તમામ જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો અને ફોર્મ સબમિટ કરો.
  5. ફોર્મ સબમિટ થયા બાદ તેને કન્ફર્મ કરો.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરી દે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!