RRB Section Controller Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા સેક્શન કંટ્રોલરની પોસ્ટ માટે ૩૬૮ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
RRB માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
RRB સેક્શન કંટ્રોલર ભરતી ૨૦૨૫
| સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
| પોસ્ટનું નામ | સેક્શન કંટ્રોલર |
| જાહેરાત ક્રમાંક | ૦૪/૨૦૨૫ |
| કુલ જગ્યા | ૩૬૮ |
| નોકરી સ્થાન | ભારતભરમાં |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (સ્નાતક) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર ૨૦ થી ૩૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ લાગુ પડશે.
પગાર ધોરણ
નિમણૂક પામેલ ઉમેદવારને દર મહિને ₹૩૫,૪૦૦/- પગાર ચૂકવવામાં આવશે.
અરજી ફી
- જનરલ / OBC / EWS: ₹૫૦૦/- (પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹૪૦૦/- પરત મળશે)
- SC / ST / PWD / મહિલા: ₹૨૫૦/- (પરીક્ષામાં હાજર રહ્યા બાદ સંપૂર્ણ ₹૨૫૦/- પરત મળશે)
પસંદગી પ્રક્રિયા
- કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
- CBAT
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
અગત્યની તારીખો
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ |
| ફી ભરવાની છેલ્લી તારીખ | ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ |
| ફોર્મમાં સુધારો કરવાની તારીખ | ૧૭ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ |
RRB સેક્શન કંટ્રોલર ભરતી ૨૦૨૫ માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌપ્રથમ, રેલવે ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
- ત્યારબાદ, સંબંધિત ભરતીની જાહેરાત શોધો અને તેના પર ક્લિક કરો.
- તમામ જરૂરી વિગતો ભરીને ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, માર્કશીટ, વગેરે) અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઇન ભરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| રજીસ્ટ્રેશન/અરજી કરવા માટે: | Click Here |
| અધિકૃત વેબસાઇટ: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
