GPSSB Recruitment 2025 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩ સંવર્ગની કુલ ૩૫૦ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે ૦૬ નવેમ્બર ૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા) સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં ૧૮ થી ૩૩ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો (સરકારી નિયમો મુજબ છૂટછાટ સાથે) ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ અવશ્ય વાંચી લેવું.
GPSSB અધિક મદદનીશ ઇજનેર ભરતી ૨૦૨૫
સંસ્થા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટનું નામ
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
વર્ગ
વર્ગ-૩ (Class-3)
કુલ જગ્યા
૩૫૦
નોકરી સ્થાન
ગુજરાત
જાહેરાત ક્રમાંક
૧૯/૨૦૨૫-૨૬
ફોર્મ શરુ થવાની તારીખ
૦૭ ઓક્ટોબર ૨૦૨૫ (બપોરે ૧:૦૦ કલાક)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
૦૬ નવેમ્બર ૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ કલાક)
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
સરકારના નિયમો મુજબ (ફિક્સ પગાર)
જગ્યાઓ (Vacancy Details)
જગ્યાનું નામ
કુલ જગ્યા
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
૩૫૦
કુલ
૩૫૦
GPSSB Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી (B.E. / B.Tech.) ની પદવી.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે.
કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
GPSSB Recruitment 2025 ઉંમર મર્યાદા
જગ્યાનું નામ
ઉંમર મર્યાદા (૦૬/૧૧/૨૦૨૫ ના રોજ)
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
ઓછામાં ઓછા ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૩ વર્ષ
અનામત વર્ગના ઉમેદવારો (SC, ST, SEBC, EWS), મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) છૂટછાટ મળવાપાત્ર છે.