GPRB Police Bharti 2025-26 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board – GPRB) દ્વારા રાજ્ય પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની પો.સ.ઇ. કેડર (PSI Cadre) અને લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) ની વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 બહાર પાડવામાં આવેલ છે.
આ ભરતી દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI), પોલીસ કોન્સ્ટેબલ, જેલર ગ્રુપ-૨, અને જેલ સિપોઇ સહિતની કુલ 13,591 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ગુજરાતમાં સરકારી નોકરી ઇચ્છતા યુવાનો માટે એક મોટી તક છે. અરજી કરવાની પ્રક્રિયા 03 ડિસેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 છે. ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી (PET/PST), લેખિત પરીક્ષા અને મેડિકલ પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
GPRB ગુજરાત પોલીસ ભરતી 2025-26 | GPRB Police Bharti 2025-26
| સંસ્થાનું નામ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) |
| પોસ્ટનું નામ | PSI, કોન્સ્ટેબલ, જેલર ગ્રુપ-૨, જેલ સિપોઇ |
| જાહેરાત ક્રમાંક | GPRB/202526/1 |
| કુલ જગ્યાઓ | 13,591 |
| કેડર | પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (OJAS) |
| પસંદગી પ્રક્રિયા | PET/PST, લેખિત પરીક્ષા, મેડિકલ |
GPRB Police Bharti 2025-26 અગત્યની તારીખો
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 03/12/2025 (બપોરે 01:00 કલાકથી) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 23/12/2025 |
GPRB Police Bharti 2025-26 પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ (કુલ: 13,591)
આ ભરતીમાં PSI કેડર અને લોકરક્ષક કેડર હેઠળની જગ્યાઓની વિગતો નીચે મુજબ છે:
GPRB PSI Bharti 2025-26 : PSI કેડર (કુલ: 858 જગ્યાઓ)
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (Unarmed PSI) | 659 |
| હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (Platoon Commander) | 129 |
| જેલર ગ્રુપ-૨ (Jailer Group-2) | 70 |
| PSI કેડરની કુલ જગ્યા | 858 |
GPRB Police Constable Bharti 2025-26 : લોકરક્ષક કેડર (કુલ: 12,733 જગ્યાઓ)
| બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Unarmed Police Constable) | 6,942 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Armed Police Constable) | 2,458 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) | 3,002 |
| જેલ સિપોઇ (Jail Sepoy) (પુરુષ) | 300 |
| જેલ સિપોઇ (Jail Sepoy) (મહિલા/મેટ્રન) | 31 |
| લોકરક્ષક કેડરની કુલ જગ્યા | 12,733 |
શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો
- શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી અને અભ્યાસક્રમ સહિતની વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન PDF (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) નો અભ્યાસ કરવો.
- પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) કેડર માટે સામાન્ય રીતે સ્નાતક (Graduate) ની લાયકાત જરૂરી હોય છે, જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ-12 પાસની લાયકાત હોઈ શકે છે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- શારીરિક કાર્યક્ષમતા કસોટી (Physical Efficiency Test – PET)
- શારીરિક ધોરણ કસોટી (Physical Standard Test – PST)
- લેખિત પરીક્ષા (Written Examination – MCQ Based/Main Exam)
- મેડિકલ પરીક્ષા (Medical Examination)
GPRB Police Bharti 2025-26 અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ફક્ત OJAS પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે:
- સૌ પ્રથમ, ગુજરાત સરકારની OJAS પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જાઓ (https://ojas.gujarat.gov.in/).
- હોમપેજ પર અથવા ‘Apply Online’ વિભાગમાં જાહેરાત ક્રમાંક GPRB/202526/1 પર ક્લિક કરો.
- નવું રજીસ્ટ્રેશન કરો અથવા જૂના રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને અરજી ફોર્મ ભરો.
- જરૂરી માહિતી, દસ્તાવેજો અને ફોટો/સહી અપલોડ કરો.
- ફીની ચુકવણી કરીને અરજીને 23/12/2025 પહેલા અંતિમરૂપ આપો.
શારીરીક કસોટી News Update
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૬ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) December 11, 2025
GPRB Police Bharti 2025-26 અગત્યની લિંક્સ
| Notification PDF Link: | Click Here |
| ઓનલાઈન અરજી કરવા માટે: | Click Here (OJAS) |
