VMC Life Guard cum Trainer Recruitment 2026 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation – VMC) દ્વારા લાઈફ ગાર્ડ કમ ટ્રેનરની પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા કોઈ પણ લેખિત પરીક્ષા વગર, માત્ર રૂબરૂ મુલાકાત (Walk-in Interview) દ્વારા કરવામાં આવશે.
આ પોસ્ટ માટે માત્ર 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને પ્રતિ માસ ₹20,000/- ફિક્સ પગાર આપવામાં આવશે. જે ઉમેદવારો સ્વિમિંગ અને લાઈફ સેવિંગ સ્કીલ્સમાં નિપુણ હોય તેમના માટે આ ઉત્તમ તક છે.
VMC ભરતી 2026 – મુખ્ય વિગતો
| સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
| પોસ્ટનું નામ | લાઈફ ગાર્ડ કમ ટ્રેનર |
| લાયકાત | ધોરણ 10 પાસ |
| પગાર ધોરણ | ₹20,000/- (ફિક્સ) |
| પસંદગી પ્રક્રિયા | સીધો ઇન્ટરવ્યૂ (Walk-in Interview) |
ઇન્ટરવ્યૂની વિગતો (Interview Schedule)
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબના સ્થળ અને સમયે હાજર રહેવું:
- ઇન્ટરવ્યૂ તારીખ: 05/01/2026
- સમય: બપોરે 02:00 કલાકે
- સ્થળ: સમા સ્પોર્ટ્સ કોમ્પેક્ષ, સ્વિમિંગપુલ, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા.
જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સમયે નીચેના અસલ દસ્તાવેજો તેમજ તેની પ્રમાણિત નકલો સાથે રાખવી:
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધાર કાર્ડ / ઓળખપત્ર
- ધોરણ 10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ
- લાઈફ ગાર્ડ અથવા સ્વિમિંગ ટ્રેનિંગને લગતા પ્રમાણપત્રો (જો હોય તો)
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
અગત્યની લિંક્સ
| સત્તાવાર નોટિફિકેશન PDF: | Click Here |
| VMC સત્તાવાર વેબસાઇટ: | Click Here |
