RMC Fire Department Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગ હેઠળ વિવિધ ટેકનિકલ અને ઓપરેશનલ પોસ્ટ્સ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ફાયર ઓપરેટર, સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર સહિતની કુલ ૧૧૭ જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો તા. ૧૪/૧૨/૨૦૨૫ થી તા. ૨૯/૧૨/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતીમાં ૧૦ પાસ (ફાયર કોર્સ સાથે) થી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે વિવિધ તકો રહેલી છે.
RMC ફાયર વિભાગ ભરતી ૨૦૨૫ – મુખ્ય વિગતો સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા (RMC) વિભાગ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ કુલ જગ્યાઓ ૧૧૭ અરજી કરવાની રીત ઓનલાઇન (www.rmc.gov.in) અરજી શરૂ થવાની તારીખ ૧૪/૧૨/૨૦૨૫ અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૨/૨૦૨૫
જગ્યાઓ અને પગાર ધોરણની વિગત પોસ્ટનું નામ કુલ જગ્યા પગાર ધોરણ / ફિક્સ પગાર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ૦૧ Pay Level-11 (₹67,700 – 2,08,700) ડિવિઝનલ ઓફિસર ૦૨ Pay Level-10 (₹56,100 – 1,77,500) સ્ટેશન ઓફિસર ૦૪ Pay Level-8 (₹44,900 – 1,42,400) સબ ઓફિસર (ફાયર) ૩૫ Pay Level-7 (₹39,900 – 1,26,600) ફાયર ઓપરેટર (પુરૂષ) ૭૫ ₹૨૬,૦૦૦/- (પ્રથમ ૫ વર્ષ ફિક્સ)
શૈક્ષણિક લાયકાત (Educational Qualification) ફાયર ઓપરેટર: ધોરણ-૧૦ (SSC) પાસ + ૬ મહિનાનો બેઝિક ફાયર કોર્સ + હેવી ડ્રાઇવિંગ લાયસન્સ.સબ ઓફિસર: સ્નાતક (Graduate) + નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC), નાગપુરનો સબ ઓફિસર કોર્સ અથવા સમકક્ષ.સ્ટેશન ઓફિસર / ડિવિઝનલ ઓફિસર: સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક + NFSC નાગપુરનો સ્ટેશન ઓફિસર કોર્સ + અનુભવ.
શારીરિક ધોરણો (Physical Standards) ફાયર વિભાગની આ ભરતી માટે ઉમેદવારોએ નીચે મુજબના લઘુત્તમ શારીરિક ધોરણો ધરાવતા હોવા જોઈએ:
ઊંચાઈ: ૧૬૫ સે.મી. (ગુજરાત મૂળના એસ.ટી. ઉમેદવારો માટે ૧૬૦ સે.મી.)છાતી: ૮૧ સે.મી. (સામાન્ય), ૮૬ સે.મી. (ફૂલાવેલી) – ન્યૂનતમ ૫ સે.મી.નો ફૂલાવો ફરજિયાત.વજન: ન્યૂનતમ ૫૦ કિલો.દ્રષ્ટિ: ચશ્મા વગર ૬/૬ હોવી જોઈએ. કલર બ્લાઈન્ડનેસ ધરાવતા ઉમેદવારો અયોગ્ય ગણાશે.
અરજી ફી (Application Fees) સામાન્ય (General) કેટેગરી ₹૫૦૦/- અનામત (SC/ST/OBC/EWS) કેટેગરી ₹૨૫૦/-
અરજી કઈ રીતે કરવી? રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પર જાઓ. ‘Recruitment’ વિભાગમાં જઈને સંબંધિત જાહેરાત પસંદ કરો. તમામ જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો (ફોટો/સહી) અપલોડ કરો. કેટેગરી મુજબ ઓનલાઇન ફી ભરો અને એપ્લિકેશન કન્ફર્મ કરો. સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
અગત્યની લિંક્સ