ઇન્ડિયન ઓઇલ માં ૪૦૫ જગ્યાઓ પર ભરતી જાહેર

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા વેસ્ટર્ન રીજન (ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ) માં વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ ટ્રેડ માટે એપ્રેન્ટિસ ની કુલ ૪૦૫ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો તા. ૧૫/૦૧/૨૦૨૬ થી તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ કરવામાં આવશે.

IOCL એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (Trade, Technician & Graduate)
કુલ જગ્યાઓ૪૦૫
વય મર્યાદા૧૮ થી ૨૪ વર્ષ (૩૧/૧૨/૨૦૨૫ ના રોજ)
અરજી કરવાની છેલ્લી તારીખ૩૧/૦૧/૨૦૨૬ (સાંજે ૫:૦૦ વાગ્યા સુધી)

શૈક્ષણિક લાયકાત (Discipline Wise)

  • Technician Apprentice: સંબંધિત બ્રાન્ચમાં (Mechanical, Electrical, Civil, etc.) ૩ વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા.
  • Trade Apprentice: સંબંધિત ટ્રેડમાં (Fitter, Electrician, etc.) ITI (NCVT/SCVT) પાસ.
  • Graduate Apprentice: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation).
  • Data Entry Operator: ૧૨મું (HSC) પાસ.

જરૂરી દસ્તાવેજોની યાદી

  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ (PAN Card).
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).
  • લાયકાત મુજબની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી/ITI સર્ટિફિકેટ.
  • જાતિનો દાખલો (SC/ST/OBC/EWS માટે).
  • બેંક પાસબુકનું પ્રથમ પાનું.

અગત્યની સૂચના (રજીસ્ટ્રેશન)

ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે નીચે મુજબના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે:

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે:Apply on IOCL Website
સત્તાવાર નોટિફિકેશન PDF:અહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!