ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા વર્ષ ૨૦૨૬ (Schedule-I) માટે ગ્રામીણ ડાક સેવક (GDS) ની અંદાજે ૨૮,૦૦૦ થી વધુ જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં , ઉમેદવારોની પસંદગી માત્ર ૧૦મા ધોરણના મેરિટના આધારે કરવામાં આવશે.
લાયક ઉમેદવારો આ ભરતી માટે તા. ૩૧/૦૧/૨૦૨૬ થી રજીસ્ટ્રેશન શરૂ કરી શકશે અને તા. ૧૬/૦૨/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
India Post GDS ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો સંસ્થાનું નામ ભારતીય ટપાલ વિભાગ (India Post) પોસ્ટનું નામ BPM, ABPM અને ડાક સેવક (GDS) કુલ જગ્યાઓ ૨૮,૦૦૦+ (અંદાજિત) શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ (ગણિત અને અંગ્રેજી સાથે) પસંદગી પ્રક્રિયા સીધું મેરિટ (કોઈ પરીક્ષા નહીં)
પોસ્ટ અને જવાબદારીઓ (Job Profile) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM): પોસ્ટ ઓફિસનું સંચાલન, સરકારી યોજનાઓનું માર્કેટિંગ અને રેકોર્ડ જાળવણી.આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM): ટપાલની વહેંચણી, સ્ટેશનરીનું વેચાણ અને બેંકિંગ સેવાઓમાં મદદ.ડાક સેવક: મુખ્ય પોસ્ટ ઓફિસ કે RMS માં ટપાલ સોર્ટિંગ અને ડિલિવરીની કામગીરી.
પગાર ધોરણ (TRCA Slab) પોસ્ટનું નામ માસિક ભથ્થું (TRCA) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) રૂ. ૧૨,૦૦૦/- થી રૂ. ૨૯,૩૮૦/- ABPM / ડાક સેવક રૂ. ૧૦,૦૦૦/- થી રૂ. ૨૪,૪૭૦/-
નોંધ: આ બેઝિક પગાર છે, આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA) અલગથી મળવાપાત્ર થશે.
લાયકાત અને વય મર્યાદા શૈક્ષણિક લાયકાત: ૧૦ પાસ (ગણિત અને અંગ્રેજી વિષય સાથે).સ્થાનિક ભાષા: જે તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન (ગુજરાત માટે ગુજરાતી) હોવું ફરજિયાત છે.વય મર્યાદા: ૧૮ થી ૪૦ વર્ષ (૧૬/૦૨/૨૦૨૬ ના રોજ).અન્ય લાયકાત: સાયકલ ચલાવવાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની પ્રાથમિક સમજ હોવી જોઈએ.
અરજી ફી (Application Fees) જનરલ / OBC / EWS (પુરુષ): રૂ. ૧૦૦/- મહિલાઓ / SC / ST / PwD / ટ્રાન્સવુમન: કોઈ ફી નથી (ફ્રી)
મહત્વની તારીખો નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ ૨૮/૦૧/૨૦૨૬ રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ ૩૧/૦૧/૨૦૨૬ અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬/૦૨/૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ સુધી) ભૂલ સુધારણા (Correction Window) ૧૮ થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬
ભારતીય પોસ્ટ ભરતી માટેના જરૂરી દસ્તાવેજો ધોરણ ૧૦ ની માર્કશીટ જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય) આધાર કાર્ડ તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો સહી (Signature) કોમ્પ્યુટર સર્ટિફિકેટ (જો માંગ્યું હોય) મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
અગત્યની લિંક્સ