GDS Cut-off 2026: કેટલા ટકા હોય તો પોસ્ટ ઓફિસમાં નોકરી મળે? જાણો ગુજરાતનું અંદાજિત મેરિટ લિસ્ટ

Gujarat GDS Expected Cut-off 2026: ઇન્ડિયા પોસ્ટ દ્વારા ૨૮,૭૪૦ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતીમાં કોઈ પરીક્ષા ન હોવાથી ઉમેદવારોની પસંદગી માત્ર ૧૦મા ધોરણના ગુણના આધારે થાય છે. આથી, ઉમેદવારોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વર્ષે મેરિટ કેટલે અટકશે?

આ લેખમાં અમે ગત વર્ષના ટ્રેન્ડ અને ઉપલબ્ધ જગ્યાઓના આધારે વર્ષ ૨૦૨૬નું અંદાજિત કટ-ઓફ તૈયાર કર્યું છે.

કેટેગરી મુજબ અંદાજિત કટ-ઓફ (Expected Cut-off)

ગુજરાત સર્કલમાં સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં મેરિટ ઊંચું રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં થોડું નીચું જોવા મળે છે.

કેટેગરી

અંદાજિત કટ-ઓફ (%)

જનરલ (Unreserved)

92% થી 98%

OBC (અન્ય પછાત વર્ગ)

88% થી 94%

EWS (આર્થિક નબળો વર્ગ)

86% થી 92%

SC (અનુસૂચિત જાતિ)

84% થી 90%

ST (અનુસૂચિત જનજાતિ)

80% થી 88%

PwD (દિવ્યાંગ)

70% થી 82%

મેરિટની ગણતરી કેવી રીતે થાય છે?

ભારતીય પોસ્ટ વિભાગ ૧૦મા ધોરણના મુખ્ય વિષયોના આધારે મેરિટ તૈયાર કરે છે.

  • જો તમારા બોર્ડમાં CGPA/Grades હોય, તો તેને 9.5 ના ફેક્ટર સાથે ગુણીને ટકાવારીમાં ફેરવવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે: જો તમારું CGPA 9 હોય, તો તમારું મેરિટ 9 × 9.5 = 85.5% ગણવામાં આવશે.

ઓછા ટકા હોય તો નોકરી મેળવવાની ખાસ ટિપ્સ

જો તમારા ટકા ૮૦% થી ૮૫% ની વચ્ચે હોય, તો નિરાશ થવાની જરૂર નથી. આ ટિપ્સ ફોલો કરો:

  • ગ્રામ્ય વિસ્તાર પસંદ કરો: મોટા શહેરો (અમદાવાદ, સુરત) ને બદલે અંતરિયાળ ગામડાઓની પોસ્ટ ઓફિસ પસંદ કરો.
  • વધુ પ્રેફરન્સ આપો: તમે જેટલી વધુ પોસ્ટ ઓફિસ પસંદ કરશો, તમારા સિલેક્શનના ચાન્સ એટલા વધી જશે.
  • ગત વર્ષનું રિઝલ્ટ જુઓ: જે તે ડિવિઝનમાં છેલ્લે કેટલા ટકાએ અટક્યું હતું તે ચેક કરીને જ ફોર્મ ભરો.

મેરિટ લિસ્ટ ક્યારે આવશે?

ઇન્ડિયા પોસ્ટ GDS નું પ્રથમ મેરિટ લિસ્ટ ફેબ્રુઆરી ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં અથવા માર્ચ ૨૦૨૬ માં જાહેર થવાની શક્યતા છે.

આ પણ વાંચો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!