ભૂલ વગર GPSC ફોર્મ કેવી રીતે ભરવું? જાણો જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસ – How to Apply for GPSC 2026

How to Apply for GPSC 2026: જો તમે પ્રથમ વખત GPSC નું ફોર્મ ભરી રહ્યા છો અથવા તમારા OTR માં કોઈ ભૂલ છે, તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. GPSC માં ફોર્મ ભરવાની પ્રક્રિયા અન્ય ભરતીઓ કરતા અલગ છે. અહીં અમે તમને મોબાઈલ કે કોમ્પ્યુટરથી ફોર્મ ભરવાની સંપૂર્ણ રીત જણાવીશું.

GPSC ભરતી 2026

​GPSC દ્વારા આ વખતે મુખ્યત્વે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, નવી મહાનગરપાલિકાઓ, GWSSB અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભરતી જાહેર કરવામાં આવી છે.

​GPSC : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat)

  • ​આસિસ્ટન્ટ ડાયરેક્ટર (Assistant Director) – Class-1
  • ​ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) – Class-2
  • ​ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) – Class-2
  • ​આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) – Class-2
  • ​આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) – Class-2
  • ​એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (Administrative Officer) – Class-2

​GPSC : નવી મહાનગરપાલિકાઓ (New Municipal Corporations)

  • ​મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ – Class-1
  • ​એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ) – Class-1
  • ​ટાઉન પ્લાનર (Town Planner) – Class-1
  • ​હેલ્થ ઓફિસર (Health Officer) – Class-2
  • ​આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ) – Class-2
  • ​ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ) – Class-2
  • ​સેનિટેશન ઓફિસર (Sanitation Officer) – Class-2
  • ​વેટરનરી ઓફિસર (Veterinary Officer) – Class-2
  • ​જૂનિયર ટાઉન પ્લાનર – Class-2

​GPSC : અન્ય વિભાગો (GWSSB, ગુજરાત હાઉસિંગ બોર્ડ વગેરે)

  • ​સાયન્ટિફિક ઓફિસર (GWSSB) – Class-2
  • ​ડેપ્યુટી મેનેજર (એડમિનિસ્ટ્રેશન) – Class-2
  • ​આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) – ગુજરાત હાઉસિંગ બોર્ડ – Class-2
  • ​ગ્રંથપાલ (Librarian) – Class-1

આ પણ વાંચો :

ફોર્મ ભરતા પહેલા આટલું તૈયાર રાખો

ભૂલ વગર ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજો અને વિગતો તમારી પાસે રાખો:

  • શૈક્ષણિક વિગતો: ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએશનની માર્કશીટ.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો: (5 cm x 3.6 cm) અને સાઈઝ 15 KB થી ઓછી.
  • સહી (Signature): સફેદ કાગળ પર કાળી/ભૂરી પેનથી સહી (15 KB થી ઓછી સાઈઝ).
  • જાતિનો દાખલો: જો તમે અનામત કેટેગરી (SC/ST/OBC/EWS) માં આવતા હોવ.
  • ચાલુ મોબાઈલ અને ઈમેલ: જેના પર OTP આવશે.

How to Apply for GPSC 2026: ફોર્મ ભરવાના ૫ સરળ સ્ટેપ્સ (Step-by-Step)

સ્ટેપ ૧: રજીસ્ટ્રેશન (OTR – One Time Registration)

  • સૌ પ્રથમ GPSC-OJAS ની વેબસાઇટ પર જાઓ.
  • જો તમારી પાસે OTR નંબર નથી, તો ‘Registration’ પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરો.
  • તમારી વ્યક્તિગત વિગતો (નામ, જન્મ તારીખ, જાતિ) ભરો અને સબમિટ કરો.

સ્ટેપ ૨: ફોટો અને સહી અપલોડ કરો

  • તમારા OTR નંબર અને જન્મ તારીખથી લોગિન કરો.
  • ‘Upload Photo/Signature’ વિભાગમાં જઈને તમારા ફોટા અને સહી અપલોડ કરો.
  • ટિપ: જો સાઈઝ મોટી હોય તો ‘Image Compressor’ નો ઉપયોગ કરો.

સ્ટેપ ૩: ઓનલાઇન અરજી (Apply Online)

  • ‘Online Application’ મેનુમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.
  • અત્યારે જે જાહેરાત (GPSC 2026) માટે ફોર્મ ભરવું છે તે પસંદ કરો.
  • તમારી શૈક્ષણિક વિગતો (ગ્રેજ્યુએશનના ટકા, યુનિવર્સિટી વગેરે) ધ્યાનથી ભરો.

સ્ટેપ ૪: અરજી કન્ફર્મ કરવી (Confirm Application)

  • બધી વિગતો ભર્યા પછી એકવાર ‘Save’ કરો.
  • ત્યારબાદ ‘Confirm’ બટન પર ક્લિક કરો. યાદ રાખજો, કન્ફર્મ કર્યા પછી ફોર્મમાં કોઈ સુધારો થશે નહીં.
  • કન્ફર્મેશન નંબર નોંધી લો.

સ્ટેપ ૫: ફી ની ચુકવણી (Application Fee)

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. ૧૦૦ + ચાર્જ ફી ભરવાની રહેશે.
  • અનામત વર્ગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
  • તમે ઓનલાઇન બેન્કિંગ કે કાર્ડ દ્વારા ફી ભરી શકો છો.

આ ભૂલો ક્યારેય ન કરતા!

  • ગ્રેજ્યુએશનના ટકા: જો તમે છેલ્લા વર્ષમાં હોવ તો યોગ્ય ઓપ્શન પસંદ કરો.
  • જિલ્લાની પસંદગી: પરીક્ષા કેન્દ્ર (Center) તમારી નજીકનું જ પસંદ કરો.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ફોર્મમાં જે માહિતી લખો તે જ ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં હોવી જોઈએ.

અગત્યની લિંક

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!