ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવતી CCE (Combined Competitive Exam) ની નવી ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર છે. સોશિયલ મીડિયા પર સત્તાવાર ગણી શકાય તેવા સોર્સ દ્વારા મળતી માહિતી મુજબ, 5500 થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે.
પત્રકારો અને એક્સપર્ટ્સના ટ્વીટ્સ: શું છે લેટેસ્ટ સ્ટેટસ?
CCE ભરતી ક્યારે આવશે અને અત્યારે ફાઇલ કયા વિભાગમાં છે, તેની વિગતવાર માહિતી નીચેના ટ્વીટ્સ દ્વારા સમજી શકાય છે:
હિરેન રાવલ (Hiren) – GAD અપડેટ
૧૭ જાન્યુઆરીએ હિરેન રાવલે જણાવ્યું હતું કે પ્રક્રિયા હજુ GAD વિભાગમાં છે:
નવી CCE મુદ્દો હજુ GAD મા છે
— Hiren (@hdraval93) January 17, 2026
ત્યારબાદ ૨૩ જાન્યુઆરીએ તેમણે નવા RR મંજૂર થયાના સારા સમાચાર આપ્યા હતા:
નવી CCE ભરતીને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી
ભરતી માટેના RR મંજૂર કરવામાં આવ્યા
— Hiren (@hdraval93) January 23, 2026
દીપક રજાની (Deepak Rajani) – જાહેરાતની સંભાવના
ડિસેમ્બરમાં જ દીપક રજાનીએ વૈધાનિક વિભાગમાં પ્રક્રિયા ચાલુ હોવાની માહિતી આપી હતી:
CCE ની 5000 પોસ્ટ માટે બહાર પડનારી ભરતીને હજુ દસ દિવસ લાગશે. નવા નિયમો માટે પ્રકરણ ફરી વૈધાનિક વિભાગમાં પહોંચ્યું. 25મી ડિસેમ્બર આસપાસ ભરતી ની જાહેરાત થાય તેવી સંભાવના.@tv13gujarati
— Deepak rajani (@deepakrajani123) December 14, 2025
૨૮ જાન્યુઆરીના રોજ તેમણે કન્ફર્મ કર્યું કે હવે ગણતરીના દિવસો જ બાકી છે:
CCE ની નવી 5500 થી વધુ પોસ્ટ માટેની જાહેરાત નું કાઉનડાઉન શરૂ. ગઈકાલે બોર્ડની વેબસાઈટ ઉપર મિનિટો માટે દેખાયેલી જાહેરાત ભૂલથી આવી ગયેલી.. હવે બે ત્રણ દિવસમાં થઈ શકે છે જાહેરાત.@tv13gujarati
— Deepak rajani (@deepakrajani123) January 28, 2026
તોરલ કવિ અપડેટ
#CCE
આશરે6,000 થી પણ વધુ પોસ્ટ માટે ભરતીની થશે જાહેરાત
આજે રાત સુધીમાં 5200 પોસ્ટની થશે જાહેરાત
આવતીકાલે અને પરમ દિવસે વધુ બે જાહેરાત આવશે
બુધ અને ગુરુ લગભગ 800થી વધુ પોસ્ટની જાહેરાત
CCE ની સૌથી મોટી ભરતી ની થઈ રહી છે જાહેરાત
લાંબા સમયની આતુરતાનો આવશે અંત@tv13gujarati— Toral Kavi (@toralkavi) February 3, 2026
શું છે નવા RR (ભરતી નિયમો)?
હિરેન રાવલના ટ્વીટ મુજબ, નવી CCE ભરતીના RR મંજૂર થવાનો અર્થ એ છે કે:
- વૈધાનિક અને સામાન્ય વહીવટ વિભાગ (GAD) ની આખરી મંજૂરી મળી ગઈ છે.
- ૫૫૦૦+ જગ્યાઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
- પરીક્ષા પદ્ધતિ અને લાયકાતના ધોરણો હવે ઓફિશિયલ નોટિફિકેશનમાં સ્પષ્ટ થશે.
- CCE ના RR જાહેર 2026 : અહિં ક્લિક કરો
- CCE PRE: અહિં ક્લિક કરો
- CCE Group A MAINS: અહિં ક્લિક કરો
- CCE Group B MAINS: અહિં ક્લિક કરો
ક્યારે આવશે ઓફિશિયલ નોટિફિકેશન?
દીપક રજાનીના રિપોર્ટ મુજબ, બોર્ડની વેબસાઇટ પર જાહેરાત ભૂલથી લાઈવ થઈ હતી, જે સૂચવે છે કે ફાઈલ તૈયાર છે. હવે ગમે ત્યારે (૨-૩ દિવસમાં) GSSSB OJAS પર ફોર્મ ભરવાની લિંક એક્ટિવેટ થઈ શકે છે.
તોરલ કવિ ના રિપોર્ટ મુજબ, આશરે 6,000 થી પણ વધુ પોસ્ટ માટે ભરતીની થશે જાહેરાત, આજે રાત સુધીમાં 5200 પોસ્ટની થશે જાહેરાત, આવતીકાલે અને પરમ દિવસે વધુ બે જાહેરાત આવશે, બુધ અને ગુરુ લગભગ 800થી વધુ પોસ્ટની જાહેરાત, CCE ની સૌથી મોટી ભરતી ની થઈ રહી છે. જાહેરાત લાંબા સમયની આતુરતાનો આવશે અંત