ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટેની જાહેરાત (૩૭૮/૨૦૨૫૨૬) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૫૩૭૦ જગ્યાઓ ભરવામાં આવશે.
લાયક ઉમેદવારો તા. ૦૫/૦૨/૨૦૨૬ (૧૪:૦૦ કલાક) થી તા. ૨૦/૦૨/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધી OJAS ની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
GSSSB CCE ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| જાહેરાત ક્રમાંક | ૩૭૮/૨૦૨૫૨૬ |
| કુલ જગ્યાઓ | ૫૩૭૦ (ગ્રુપ-A: ૨૩૬૫, ગ્રુપ-B: ૩૦૦૫) |
| અરજી શરૂ થવાની તારીખ | ૦૫/૦૨/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૦/૦૨/૨૦૨૬ |
જગ્યાઓની વિગત (Senvarg-wise Vacancies)
ગ્રુપ-A (Group-A)
ક્રમ | સંવર્ગ (વર્ગ-૩) | જગ્યા | ખાતાના વડાની કચેરી |
|---|---|---|---|
૧. | સમાજ કલ્યાણ નિરીક્ષક | ૧૨૫ | નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર |
૨. | કાર્યાલય અધીક્ષક | ૩ | નિયામકશ્રી, મત્સ્યોદ્યોગ કચેરી |
૩. | કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક) | ૧૬૦૦ | કલેક્ટર કચેરીઓ |
૪. | હેડ ક્લાર્ક | ૧૩૪ | વિવિધ ખાતાના વડા |
૫. | સીનિયર ક્લાર્ક | ૫૦૩ | વિવિધ ખાતાના વડા |
* | કુલ ગ્રુપ-A | ૨૩૬૫ | * |
ગ્રુપ-B (Group-B)
ક્રમ | સંવર્ગ (વર્ગ-૩) | જગ્યા | ખાતાના વડાની કચેરી |
|---|---|---|---|
૧. | જુનિયર ક્લાર્ક | ૩૦૦૫ | વિવિધ ખાતાના વડા |
* | કુલ ગ્રુપ-B | ૩૦૦૫ | * |
- કુલ કુલ જગ્યાઓ (A + B): 2365 + 3005 = 5370
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- સ્નાતક પદવી (Bachelor’s Degree): ઉમેદવાર ભારતની કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી સ્થાપિત યુનિવર્સિટીમાંથી અથવા યુજીસી (UGC) એક્ટ હેઠળની ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ.
- સમકક્ષ લાયકાત: અથવા સરકાર માન્ય તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
અન્ય લાયકાતો
- કોમ્પ્યુટરનું જ્ઞાન: ઉમેદવાર ‘ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭’ માં ઠરાવ્યા મુજબ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
- ભાષાકીય જ્ઞાન: ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ (Fix Pay for 5 Years)
ક્રમ | સંવર્ગ (વર્ગ-૩) | ખાતાના વડાની કચેરી | પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર |
|---|---|---|---|
૧. | હેડ ક્લાર્ક | વિવિધ ખાતાના વડા | ₹૪૦,૮૦૦/- |
૨. | સીનિયર ક્લાર્ક | વિવિધ ખાતાના વડા | ₹૨૬,૦૦૦/- |
૩. | કલેક્ટર કચેરીના ક્લાર્ક | કલેક્ટર કચેરીઓ | ₹૨૬,૦૦૦/- |
૪. | જુનિયર ક્લાર્ક | વિવિધ ખાતાના વડા | ₹૨૬,૦૦૦/- |
૫. | કાર્યાલય અધીક્ષક | મત્સ્યોદ્યોગની કચેરી | ₹૪૯,૬૦૦/- |
૬. | સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ | ₹૪૦,૮૦૦/- |
વયમર્યાદામાં છૂટછાટ
- સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરૂષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
- અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં.
નિયમ મુજબ વિવિધ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નીચે દર્શાવ્યા પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર છે:
કેટેગરી | મળવાપાત્ર છૂટછાટ | મહત્તમ વયમર્યાદા |
|---|---|---|
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો | ૫ વર્ષ | – |
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો | ૫ વર્ષ | – |
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો | ૧૦ વર્ષ (૫+૫) | મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ |
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો | ૧૦ વર્ષ | મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ |
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો | ૧૫ વર્ષ (૧૦+૫) | મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ |
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો | ૧૫ વર્ષ (૫+૧૦) | મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ |
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો | ૨૦ વર્ષ (૫+૧૦+૫) | મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ |
માજી સૈનિક ઉમેદવારો | બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ૩ વર્ષ | – |
CCE ફોર્મ કેવી રીતે ભરવું?
અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ ટૂંકમાં છે:
- Registration: સૌ પ્રથમ ‘One Time Registration’ (OTR) કરાવવું જરૂરી છે.
- Apply: ‘Apply now’ પર ક્લિક કરી વ્યક્તિગત વિગતો (Personal Details) અને શૈક્ષણિક વિગતો (Educational Details) ભરવી.
- Photo & Signature Upload: ફોટો અને સહી જે .jpg ફોર્મેટમાં (15 KB થી વધવા ન જોઈએ) હોય તે અપલોડ કરવા. ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને જાહેરાત પ્રસિદ્ધ થયા પછીની તારીખનો હોવો જોઈએ.
- Confirmation: બધી વિગતો ચકાસીને ‘Confirm Application’ પર ક્લિક કરવું. કન્ફર્મ થયા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.
- Print: અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી, જે ભવિષ્યમાં કામ આવશે.
ખાસ નોંધ: જો એકથી વધુ અરજી કરશો, તો તમારી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ માન્ય રાખવામાં આવશે.
પરીક્ષા ફીનું ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી (વર્ગ-૩, ગ્રુપ-A અને ગ્રુપ-B) માટે પરીક્ષા ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
કેટેગરી | પરીક્ષા ફી (પ્રાથમિક પરીક્ષા માટે) |
|---|---|
બિન અનામત વર્ગ (General) | ₹ ૫૦૦/- |
અનામત વર્ગ (મહિલાઓ, સા.શૈ.પ.વર્ગ, SC, ST, EWS, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન) | ₹ ૧૦૦/- |
ફી પરત (Refund) અંગેની ખાસ જોગવાઈ
- જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત (હાજર) રહેશે, તેમને જ પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે.
- જે ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહેશે, તેમની ફી પરત કરવામાં આવશે નહીં.
ફી ભરવાની રીત અને મહત્વની બાબતો
- માધ્યમ: પરીક્ષા ફી માત્ર ઓનલાઇન માધ્યમથી (Net Banking, Debit/Credit Card, UPI અથવા Wallet) જ ભરવાની રહેશે.
- છેલ્લી તારીખ: ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૨/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) છે.
- ચકાસણી: ફી ભર્યા બાદ તેની રસીદ (Receipt) મેળવી લેવી અનિવાર્ય છે. જો ફીની રસીદ જનરેટ ન થાય, તો ફી ભરાયેલ ગણાશે નહીં અને અરજી અમાન્ય થઈ શકે છે.
- અન્ય માધ્યમ: પોસ્ટ ઓફિસ ચલણ કે અન્ય કોઈ પણ ઓફલાઇન માધ્યમથી ફી સ્વીકારવામાં આવશે નહીં.
CCE પરીક્ષા પધ્ધતિ
તબક્કો – ૧: પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે સંયુક્ત)
આ પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવામાં આવશે.
- કુલ ગુણ: ૧૫૦.
- સમય: ૧૨૦ મિનિટ.
- પ્રશ્નોનો પ્રકાર: MCQ (બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો).
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
વિષય (Subject) | ગુણ (Marks) |
|---|---|
રીઝનીંગ (Reasoning) | ૬૦ |
ગણિત (Quantitative Aptitude) | ૩૦ |
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (General Awareness and Current Affairs) | ૩૦ |
અંગ્રેજી (English) | ૧૫ |
ગુજરાતી (Gujarati) | ૧૫ |
કુલ ગુણ | ૧૫૦ |
તબક્કો – ૨: મુખ્ય પરીક્ષા
પ્રાથમિક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો (કેટેગરી મુજબની જગ્યાના અંદાજે ૭ ગણા) મુખ્ય પરીક્ષા માટે પાત્ર ગણાશે.
- ગ્રુપ-A માટે: આ પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) પ્રકારની રહેશે.
- ગ્રુપ-B માટે: આ પરીક્ષા MCQ પદ્ધતિની રહેશે.
લઘુત્તમ લાયકી ધોરણ (Qualifying Standard)
- દરેક તબક્કાની પરીક્ષા (પ્રાથમિક અને મુખ્ય) માં પાસ થવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા ફરજિયાત છે.
- આ લઘુત્તમ ધોરણમાં કોઈપણ સંજોગોમાં છૂટછાટ આપવામાં આવશે નહીં.
પસંદગી પ્રક્રિયાના તબક્કા
- પ્રાથમિક કસોટી: સૌ પ્રથમ ઉમેદવારોએ ૧૫૦ ગુણની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા (CBRT પદ્ધતિ) આપવાની રહેશે.
- મુખ્ય પરીક્ષા માટેની પસંદગી: પ્રાથમિક પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે, કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આશરે ૭ (સાત) ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
- બે અલગ યાદી: મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ-A અને ગ્રુપ-B માટે ઉમેદવારોની અલગ-અલગ યાદી તૈયાર કરવામાં આવશે.
- અગ્રતાક્રમ (Preference): જો કોઈ ઉમેદવાર બંને ગ્રુપ (A અને B) ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે, તો તેમણે બંને પરીક્ષા આપવાની રહેશે.
આખરી પસંદગી યાદી (Final Selection)
વિગત | ગ્રુપ-A (Group-A) | ગ્રુપ-B (Group-B) |
|---|---|---|
પરીક્ષાનો પ્રકાર | વર્ણનાત્મક (Descriptive) | MCQ પદ્ધતિ |
પસંદગીનો આધાર | મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ | મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ |
લઘુત્તમ ગુણ | દરેક પેપરમાં ઓછામાં ઓછા ૪૦% ગુણ | ઓછામાં ઓછા ૪૦% ગુણ |
અગત્યની લિંક્સ
| ઓનલાઇન અરજી કરવા માટે: | અહીં ક્લિક કરો |
| સત્તાવાર નોટિફિકેશન PDF: | ડાઉનલોડ કરો |