Indian Bank Sports Quota Recruitment 2026: રમતગમત ક્ષેત્રે રુચિ ધરાવતા અને સિદ્ધિ મેળવનાર ઉમેદવારો માટે ઇન્ડિયન બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી છે. ઇન્ડિયન બેંક દ્વારા વર્ષ 2025-26 માટે સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત ઓફિસર સ્કેલ-1 અને ક્લાર્ક (CSA) ની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી માટે લાયક ઉમેદવારો 20 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. એથ્લેટિક્સ, બાસ્કેટ બોલ, ચેસ અને વોલીબોલ જેવી રમતોમાં નિપુણતા ધરાવતા ખેલાડીઓ આ ભરતીમાં ભાગ લઈ શકે છે. ભરતીની વધુ વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
Indian Bank Sports Quota Recruitment 2026 Overview
સંસ્થા
ઇન્ડિયન બેંક (Indian Bank)
પોસ્ટનું નામ
ઓફિસર (JMG Scale 1) / ક્લાર્ક (CSA)
કુલ જગ્યા
07
રમતગમતના પ્રકાર
એથ્લેટિક્સ, બાસ્કેટ બોલ, ચેસ, વોલીબોલ
અરજી શરૂ કરવાની તારીખ
05 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
20 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની રીત
ઓનલાઇન
જગ્યાઓની વિગત (Sports Discipline)
સ્પોર્ટ્સ ડિસિપ્લિન
જગ્યા
એથ્લેટિક્સ (100m, 400m)
02 (પુરૂષ / મહિલા)
બાસ્કેટ બોલ
02 (પુરૂષ)
ચેસ (ગ્રાન્ડ માસ્ટર)
01 (પુરૂષ / મહિલા)
વોલીબોલ
02 (પુરૂષ)
શૈક્ષણિક લાયકાત અને સ્પોર્ટ્સ લાયકાત
ઓફિસર (Scale-I)
સ્નાતક (Graduation) અને દેશનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કર્યું હોય અથવા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યો હોય.
ક્લાર્ક (CSA)
ધોરણ 12 પાસ અથવા સમકક્ષ અને રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સ્પર્ધામાં કર્યું હોય અથવા આંતર-યુનિવર્સિટી સ્પર્ધામાં વિજેતા હોય.
ઉંમર મર્યાદા (01-01-2026 ના રોજ)
ઓફિસર (Scale-I)
18 થી 30 વર્ષ
ક્લાર્ક (CSA)
18 થી 26 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ
કેટેગરી
વયમર્યાદા માં છુટછાટ
SC / ST ઉમેદવારો
5 વર્ષ
OBC (NCL) ઉમેદવારો
3 વર્ષ
PwBD ઉમેદવારો
10 વર્ષ
અરજી ફી
કેટેગરી
ફી (GST સાથે)
SC/ST/PwBD/મહિલા ઉમેદવારો
₹100
અન્ય તમામ ઉમેદવારો
₹700
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાવાર કરવામાં આવશે: