Vidyamandir Trust Palanpur Recruitment 2026: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જાણીતા વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં CBSE, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમની શાળાઓ તેમજ ટીચર્સ ટ્રેનિંગ કોલેજો માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય, તેઓ 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે પોસ્ટનું નામ, લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા નીચે આપેલ છે.