Morbi Mahanagarpalika Apprentice Recruitment 2026: મોરબી મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ એક્ટ ૧૯૬૧ હેઠળ સેનેટરી સબ ઇન્સ્પેકટરના ટ્રેડ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, પરંતુ સીધા વોક-ઇન-ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે.
જે ઉમેદવારો પાસે સેનેટરી ઇન્સ્પેકટરનો ડિપ્લોમા અથવા ITI નો કોર્સ કરેલો હોય, તેઓ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે રાખવામાં આવેલ છે. ભરતી વિશેની વધુ વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.
Morbi Mahanagarpalika Recruitment 2026 Overview
સંસ્થા
મોરબી મહાનગરપાલિકા
પોસ્ટનું નામ
સેનેટરી સબ ઇન્સ્પેકટર (એપ્રેન્ટીસ)
કુલ જગ્યા
30
નોકરી સ્થાન
મોરબી
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ
12/02/2026
અરજી કરવાની રીત
સીધા ઇન્ટરવ્યુમાં હાજર રહેવું
પગાર (સ્ટાઇપેન્ડ)
સરકારશ્રીના નિયમાનુસાર
શૈક્ષણિક લાયકાત
જરૂરી લાયકાત
સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ અથવા આઈ.ટી.આઈ. SI કોર્ષ.
ઉંમર મર્યાદા
લઘુત્તમ ઉંમર
18 વર્ષ
મહત્તમ ઉંમર
35 વર્ષ
વોક-ઇન-ઇન્ટરવ્યુ માટેની અગત્યની શરતો
ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધી દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો (Original Documents) સાથે રાખવાના રહેશે.
ઇન્ટરવ્યુ માટે હાજર રહેનાર ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું ભાડા ભથ્થું ચુકવવામાં આવશે નહીં.