જો તમે ગુજરાતમાં માધ્યમિક શાળાના શિક્ષક બનીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવા માંગતા હોવ, તો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) – 2020 ના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી લેવામાં આવશે.
પરીક્ષાનો મહત્વનો કાર્યક્રમ
પરીક્ષા માટેની મહત્વની તારીખો નીચે મુજબ છે:
- જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ: ૧૨/૦૨/૨૦૨૬
- ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો: ૧૮/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬
- ઓનલાઇન ફી ભરવાનો સમયગાળો: ૧૮/૦૨/૨૦૨૬ થી ૨૮/૦૨/૨૦૨૬
- પ્રાથમિક પરીક્ષા (MCQ) ની તારીખ: ૨૬/૦૪/૨૦૨૬
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) ની સંભવિત તારીખ: જૂન – ૨૦૨૬
શૈક્ષણિક લાયકાત અને વિષયો
- નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાત હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૨૫-૨૬ માં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ પણ આ પરીક્ષા આપી શકશે.
મુખ્ય વિષયો: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન, સંસ્કૃત, કોમ્પ્યુટર વગેરે વિષયો માટે કસોટી યોજાશે.
પરીક્ષાનું માળખું
આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:
- પ્રાથમિક પરીક્ષા (૨૦૦ ગુણ): આ પરીક્ષા બહુવિકલ્પ (MCQ) સ્વરૂપની રહેશે, જેમાં બે વિભાગ હશે. તેમાં દરેક ખોટા જવાબ દીઠ ૦.૨૫ નકારાત્મક ગુણ (Negative Marking) રહેશે.
- મુખ્ય પરીક્ષા (૨૦૦ ગુણ): પ્રાથમિક પરીક્ષામાં ક્વોલિફાય થનાર ઉમેદવારો આ વર્ણનાત્મક પરીક્ષા આપી શકશે. જેમાં ભાષા સજ્જતા અને વિષયવસ્તુના બે પ્રશ્નપત્રો રહેશે.
પરીક્ષા ફી
- SC, ST, SEBC, EWS, PH કેટેગરી માટે: રૂ. ૪૦૦/-
- સામાન્ય (General) કેટેગરી માટે: રૂ. ૫૦૦/-
કેવી રીતે અરજી કરવી?
- ઈચ્છુક ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી કરતા પહેલા ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાતની પૂરતી ચકાસણી કરી લેવી સલાહભર્યું છે.
- વધુ વિગતો માટે અને સતત અપડેટ રહેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org જોતા રહેવું.
મહત્વની લિંક