BSNL માં સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની મોટી ભરતી, ₹50,000 થી શરૂઆતનો પગાર, જાણો લાયકાત અને અરજી કરવાની રીત

BSNL Senior Executive Trainee Recruitment 2026: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા ટેલિકોમ અને ફાયનાન્સ સ્ટ્રીમમાં સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને સરકારી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 05 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 છે. પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન આકર્ષક સ્ટાઈપેન્ડ અને ત્યારબાદ નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર થશે. ભરતીની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

BSNL Recruitment 2026 Overview

સંસ્થાભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
પોસ્ટનું નામસીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈની (Telecom & Finance)
કુલ જગ્યા558 (Telecom: 422, Finance: 136)
નોકરી સ્થાનસમગ્ર ભારત
અરજી શરૂ કરવાની તારીખ05 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2026
પરીક્ષા તારીખ (CBT)29 માર્ચ 2026
અરજી કરવાની રીતઓનલાઇન

શૈક્ષણિક લાયકાત

સ્ટ્રીમજરૂરી લાયકાત
ટેલિકોમ (Telecom)BE / B.Tech (Electronics/ Telecommunications/Computer/ IT/Electrical) અથવા સમકક્ષ પદવી 60% માર્કસ સાથે.
ફાયનાન્સ (Finance)CA / ICWA (CMA) અથવા B.Com સાથે 60% માર્કસ ધરાવતા Full-time MBA (Finance).

ઉંમર મર્યાદા (01.01.2026 મુજબ)

લઘુત્તમ ઉંમર21 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
SC / ST ઉમેદવારો05 વર્ષ
OBC ઉમેદવારો03 વર્ષ
PwBD ઉમેદવારો10 થી 15 વર્ષ

અરજી ફી

કેટેગરીફી
General / OBC / EWS₹ 1000/-
SC / ST / PwBD₹ 500/-

પગાર ધોરણ (Pay Scale)

સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ, ઉમેદવારોને E2 પે-સ્કેલ (₹ 50,000 – 1,60,000) માં સીનિયર એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક આપવામાં આવશે. આ ઉપરાંત ભથ્થા અને અન્ય સુવિધાઓ નિયમોનુસાર મળવાપાત્ર થશે.

પસંદગી પ્રક્રિયા

  1. ઓનલાઇન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)
  2. ગ્રુપ ડિસ્કશન (Group Discussion)
  3. વ્યક્તિગત ઇન્ટરવ્યુ (Personal Interview)

ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌ પ્રથમ, BSNL ની સત્તાવાર વેબસાઇટ www.bsnl.co.in પર જાઓ.
  2. “Jobs” અથવા “External Exam” સેક્શનમાં જાઓ.
  3. સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈની ભરતી માટે રજીસ્ટ્રેશન કરો.
  4. જરૂરી બધી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  5. અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ઓનલાઇન અરજી કરવાની લિંક:Apply Online
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!