પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢમાં શિક્ષકોની ભરતી, સીધા ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી, જાણો સંપૂર્ણ વિગત

PM SHRI KV Junagadh Recruitment 2026: પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ દ્વારા શૈક્ષણિક સત્ર 2026-27 માટે સંપૂર્ણપણે હંગામી અને અંશકાલિક કરાર આધારિત (Contractual) શિક્ષકો અને અન્ય સ્ટાફની પેનલ તૈયાર કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 18 માર્ચ 2026 ના રોજ સવારે વિદ્યાલય કેમ્પસ ખાતે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. આ ભરતીમાં પ્રાથમિક શિક્ષક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તેમજ વિવિધ કોચ અને ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓનો સમાવેશ થાય છે. વધુ માહિતી નીચે મુજબ છે.

PM SHRI KV Junagadh Recruitment 2026 Overview

સંસ્થાપીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ
પોસ્ટનું નામPGT, TGT, PRT અને અન્ય વિવિધ જગ્યાઓ
પસંદગીનો પ્રકારવોક-ઇન-ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ18/03/2026
રજીસ્ટ્રેશન સમયસવારે 09:00 થી 11:00
નોકરીનો પ્રકારકરાર આધારિત (Contractual)

ખાલી જગ્યાઓની વિગત

પોસ્ટવિષયો / ટ્રેડ
PGTહિન્દી, અંગ્રેજી, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કોમ્પ્યુટર સાયન્સ
TGTહિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, આર્ટ એજ્યુકેશન, વર્ક એજ્યુકેશન, P&HE, સ્પેશિયલ એજ્યુકેટર
PRTપ્રાથમિક શિક્ષક, સંગીત શિક્ષક, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, બાલવાટિકા શિક્ષક
Misc. Teachersલાઇબ્રેરિયન, કાઉન્સેલર, નર્સ, યોગા ઇન્સ્ટ્રક્ટર, માર્શલ આર્ટ ઇન્સ્ટ્રક્ટર
Atal Lab InstructorB.E./B.Tech (Electronics & Communication Engineering)

શૈક્ષણિક લાયકાત

  • તમામ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના નિયમો મુજબ રહેશે.
  • CTET પાસ ઉમેદવારોને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે.
  • અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર માટે 1 વર્ષનો અનુભવ જરૂરી છે.

અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો

ઉમેદવારોએ નિર્ધારિત તારીખે વિદ્યાલયની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને ભરીને સાથે લાવવાનું રહેશે. ઇન્ટરવ્યુ સમયે નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવા:

  • તમામ શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો (Original Certificates).
  • તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલોનો એક સેટ.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.

ઇન્ટરવ્યુનું સ્થળ

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ, આદર્શ નિવાસી શાળાની પાછળ, બિલખા રોડ, જૂનાગઢ.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification Image:Click Here
અરજી ફોર્મ અને વધુ વિગત માટે:Click Here
KVS સત્તાવાર વેબસાઇટ:Visit Site

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!