કચ્છ જિલ્લાની અન્ય માધ્યમની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી, જાણો અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો

Kutch District Teacher Recruitment 2026: કચ્છ જિલ્લાની અન્ય માધ્યમની (ગુજરાતી માધ્યમ સિવાયની) સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્યાં સુધી શિક્ષકોની કાયમી નિમણૂંક ન થાય ત્યાં સુધી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને ધ્યાને રાખીને સ્થાનિક કક્ષાએથી હંગામી ધોરણે ઉમેદવારો ભરવા માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને આચાર્ય દ્વારા સ્થાનિક સ્તરે જ પૂર્ણ કરવામાં આવશે. રસ ધરાવતા લાયક ઉમેદવારોએ જે તે શાળામાં રૂબરૂ જઈને નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

ભરતી પ્રક્રિયાનું સમયપત્રક (Schedule)

વિગતતારીખ
શાળા કક્ષાએ નોટિસ બોર્ડ પર જાહેરાત પ્રસિદ્ધ કરવી૦૫/૦૩/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬
ઉમેદવારો દ્વારા શાળા કક્ષાએ અરજી કરવાની મુદત૦૯/૦૩/૨૦૨૬ થી ૧૪/૦૩/૨૦૨૬
અરજીઓની ચકાસણી અને મેરિટ મુજબ નિમણૂંક આપવી૧૬/૦૩/૨૦૨૬ થી ૧૭/૦૩/૨૦૨૬
પસંદ થયેલ ઉમેદવારે શાળામાં હાજર થવાનો સમયગાળો૧૮/૦૩/૨૦૨૬ થી ૨૫/૦૩/૨૦૨૬

ભરતીની મુખ્ય શરતો અને વિગતો

  • માધ્યમ: આ ભરતી માત્ર અન્ય ભાષાના માધ્યમની (દા.ત. હિન્દી, અંગ્રેજી વગેરે) શાળાઓ માટે જ છે.
  • અરજી ક્યાં કરવી: ઉમેદવારે જે તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી, શાળા કક્ષાએ જ અરજી કરવાની રહેશે.
  • પસંદગી પ્રક્રિયા: શાળા કક્ષાએ આવેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ લાયકાતના મેરિટ મુજબ નિમણૂંક આપવામાં આવશે.
  • નિમણૂંકનો પ્રકાર: આ નિમણૂંક તદ્દન હંગામી ધોરણે છે. જેવી તે જગ્યા પર કાયમી શિક્ષકની નિમણૂંક થશે, તેવી જ આ હંગામી નિમણૂંક આપોઆપ રદ ગણાશે.

ઉમેદવારો માટે સૂચના

ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો (માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વગેરે) ની નકલો સાથે નિર્ધારિત તારીખમાં શાળાનો સંપર્ક કરવો. આ ભરતી અંગેની વધુ વિગતો સંબંધિત શાળાના નોટિસ બોર્ડ પરથી જાણી શકાશે.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓClick Here
સત્તાવાર પરિપત્ર ડાઉનલોડ કરોClick Here
કચ્છ જિલ્લા પંચાયત વેબસાઇટVisit Site

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!