GSSSB દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની ૨૫૪ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

GSSSB MPHW (Male) Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ની કચેરી માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-૩ ની કુલ ૨૫૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારો OJAS ની અધિકૃત વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પરીક્ષા પદ્ધતિની વિગતો નીચે મુજબ છે.

GSSSB MPHW ભરતી ૨૦૨૬: મુખ્ય વિગતો

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-૩
કુલ જગ્યાઓ૨૫૪
અરજી શરૂ થવાની તારીખ૦૭/૦૩/૨૦૨૬ (સાંજે ૧૮:૦૦ થી)
અરજી કરવાની છેલ્લી તારીખ૨૧/૦૩/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી)
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ૨૪/૦૩/૨૦૨૬
પરીક્ષા ફી₹ ૧૦૦/- (અનામત વર્ગ માટે ફી નથી)

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત:
    • ઉમેદવાર ધોરણ-૧૨ (Higher Secondary School Certificate) પાસ હોવો જોઈએ.
    • સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અથવા સેનિટરી ઇન્સ્પેક્ટર (SI) નો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
    • કોમ્પ્યુટર અંગેનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • વય મર્યાદા: ૧૮ થી ૩૪ વર્ષ (વય મર્યાદામાં છૂટછાટ નિયમોનુસાર મળવાપાત્ર થશે).

પરીક્ષા પદ્ધતિ (Examination Pattern)

આ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા કુલ ૧૫૦ ગુણની રહેશે અને તેનો સમય ૨ કલાકનો રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (૦.૨૫) પદ્ધતિ અમલમાં રહેશે.

વિષયગુણ
ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય૨૦
અંગ્રેજી વ્યાકરણ૧૦
જનરલ નોલેજ અને કરંટ અફેર્સ૨૦
તાંત્રિક વિષય (MPHW/SI ને લગતું જ્ઞાન)૧૦૦
કુલ ગુણ૧૫૦

કેવી રીતે અરજી કરવી?

  1. સૌ પ્રથમ OJAS ની વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
  2. ‘Online Application’ પર ક્લિક કરી ‘Apply’ વિકલ્પ પસંદ કરો.
  3. GSSSB વિભાગ પસંદ કરી MPHW (Male) ની જાહેરાત સામે ‘Apply Now’ પર ક્લિક કરો.
  4. તમારી બધી વિગતો ભરો અને ફોટો-સહી અપલોડ કરો.
  5. ફોર્મ કન્ફર્મ કર્યા બાદ જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઇન પેમેન્ટ કરો.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓClick Here
સત્તાવાર નોટિફિકેશન PDFDownload Now
ઓનલાઇન અરજી કરવાની લિંકApply Online

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!