બેંક ઓફ મહારાષ્ટ્ર માં ૬૦૦ જગ્યાઓ પર મોટી ભરતી, પરીક્ષા વગર સીધી પસંદગી – BOM Bharti 2026

બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ ૬૦૦ એપ્રેન્ટિસ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

લાયક ઉમેદવારો તા. ૧૫/૦૧/૨૦૨૬ થી તા. ૨૫/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ગુજરાતના ઉમેદવારો માટે પણ આમાં સારી એવી જગ્યાઓ ફાળવવામાં આવી છે.

BoM એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામબેંક ઓફ મહારાષ્ટ્ર (BoM)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (Apprentice)
કુલ જગ્યાઓ૬૦૦ (સમગ્ર ભારતમાં)
તાલીમનો સમયગાળો૦૧ વર્ષ
અરજી કરવાની રીતઓનલાઇન

પાત્રતા અને લાયકાત (Eligibility Criteria)

  • શૈક્ષણિક લાયકાત: સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) પાસ હોવું અનિવાર્ય છે.
  • વય મર્યાદા: ૨૦ થી ૨૮ વર્ષ (૩૧/૧૨/૨૦૨૫ ના રોજ). અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.
  • ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે ત્યાંની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) નું જ્ઞાન હોવું જોઈએ.

સ્ટાઇપેન્ડ (માસિક પગાર)

પસંદગી પામેલા એપ્રેન્ટિસને તાલીમ દરમિયાન દર મહિને નીચે મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે:

  • માસિક સ્ટાઇપેન્ડ: રૂ. ૯,૦૦૦/-

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • ઉમેદવારોની પસંદગી તેમના સ્નાતક (Graduation) માં મેળવેલા ગુણના મેરિટ આધારે કરવામાં આવશે.
  • પસંદ થયેલ ઉમેદવારોની સ્થાનિક ભાષાની કસોટી (Local Language Test) લેવામાં આવશે.
  • કોઈપણ પ્રકારની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે નહીં.

અરજી ફી

  • General / OBC / EWS: રૂ. ૧૫૦/- + GST
  • SC / ST: રૂ. ૧૦૦/- + GST
  • PwBD: ફી માંથી મુક્તિ

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે:અહીં ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશન PDF:ડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટ:bankofmaharashtra.in

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!