BSNL Senior Executive Trainee Recruitment 2026: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા ટેલિકોમ અને ફાયનાન્સ સ્ટ્રીમમાં સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને સરકારી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 05 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 છે. પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન આકર્ષક સ્ટાઈપેન્ડ અને ત્યારબાદ નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર થશે. ભરતીની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.
BSNL Recruitment 2026 Overview
સંસ્થા
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
પોસ્ટનું નામ
સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈની (Telecom & Finance)
કુલ જગ્યા
558 (Telecom: 422, Finance: 136)
નોકરી સ્થાન
સમગ્ર ભારત
અરજી શરૂ કરવાની તારીખ
05 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
31 માર્ચ 2026
પરીક્ષા તારીખ (CBT)
29 માર્ચ 2026
અરજી કરવાની રીત
ઓનલાઇન
શૈક્ષણિક લાયકાત
સ્ટ્રીમ
જરૂરી લાયકાત
ટેલિકોમ (Telecom)
BE / B.Tech (Electronics/ Telecommunications/Computer/ IT/Electrical) અથવા સમકક્ષ પદવી 60% માર્કસ સાથે.
ફાયનાન્સ (Finance)
CA / ICWA (CMA) અથવા B.Com સાથે 60% માર્કસ ધરાવતા Full-time MBA (Finance).
ઉંમર મર્યાદા (01.01.2026 મુજબ)
લઘુત્તમ ઉંમર
21 વર્ષ
મહત્તમ ઉંમર
30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ
કેટેગરી
વયમર્યાદા માં છુટછાટ
SC / ST ઉમેદવારો
05 વર્ષ
OBC ઉમેદવારો
03 વર્ષ
PwBD ઉમેદવારો
10 થી 15 વર્ષ
અરજી ફી
કેટેગરી
ફી
General / OBC / EWS
₹ 1000/-
SC / ST / PwBD
₹ 500/-
પગાર ધોરણ (Pay Scale)
સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ, ઉમેદવારોને E2 પે-સ્કેલ (₹ 50,000 – 1,60,000) માં સીનિયર એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક આપવામાં આવશે. આ ઉપરાંત ભથ્થા અને અન્ય સુવિધાઓ નિયમોનુસાર મળવાપાત્ર થશે.
પસંદગી પ્રક્રિયા
ઓનલાઇન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)
ગ્રુપ ડિસ્કશન (Group Discussion)
વ્યક્તિગત ઇન્ટરવ્યુ (Personal Interview)
ફોર્મ કઈ રીતે ભરવું ?
સૌ પ્રથમ, BSNL ની સત્તાવાર વેબસાઇટ www.bsnl.co.in પર જાઓ.
“Jobs” અથવા “External Exam” સેક્શનમાં જાઓ.
સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈની ભરતી માટે રજીસ્ટ્રેશન કરો.