CET EXAM 2025 : ધોરણ ૬ થી ૧૨ સુધીનું વિના મૂલ્યે શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે રહેવા અને જમવાની અદ્યતન સુવિધા

CET EXAM 2025 : ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના આગલી પહેલ સ્વરૂપે બાળકો પોતાની શૈક્ષણિક કારકિર્દી પોતાની ઈચ્છા મુજબ પૂર્ણ કરી શકે અને વાલીઓની આર્થિક સ્થિતિ તેમાં બાધારૂપ ના બને તે હેતુસર વિવિધ સ્કોલરશીપ યોજનાઓ / નિવાસી શાળાઓ યોજનાઓ અમલી કરેલ છે. યોજના અનેક પણ પરીક્ષા એક

CET EXAM 2025 : સમાન પ્રવેશ પરીક્ષા (CET)માં બેસવા માટેની પાત્રતા

સરકારી / ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાઓમાં ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ CET માં બેસવાની પાત્રતા ધરાવે છે. વિગતવાર માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ https://www.sebexam.org/ પરથી ઉપલબ્ધ થઈ શકશે.

CET EXAM 2025 : CET ના મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ યોજનાઓ

  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ (સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે)
  • જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસીડેન્સીયલ સ્કૂલ (સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે)
  • રક્ષા શક્તિ સ્કૂલ (સરકારી / ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાઓમાં ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે)
  • મોડેલ સ્કૂલ (સરકારી / ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાઓમાં ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે)
  • મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (સરકારી / ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાઓમાં ૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે)

CET EXAM 2025 : જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ / ટ્રાઈબલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ

  • કોઈ પણ શાળામાં ૧ થી ૫ નો અભ્યાસ કરેલ હોય અને CET પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરીટમાં સમાવેશ થયેલ બાળકોને લાભ મળવાપાત્ર છે.
  • ધોરણ ૬ માં પ્રવેશ મળે.
  • ધોરણ ૬ થી ૧૨ સુધીનું વિના મૂલ્યે શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે રહેવા અને જમવાની અદ્યતન સુવિધા.
  • GUJCET, JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી.
  • વોકેશનલ વ્યવસાયિક શિક્ષણ તાલીમ.
  • કુલ ૭૫ શાળાઓ કે જેમાં ૨૫ શાળાઓ આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેશે.

CET EXAM 2025 : રક્ષા શક્તિ સ્કૂલ પ્રવેશ

  • કોઈ પણ શાળામાં ૧ થી ૫ નો અભ્યાસ કરેલ હોય અને CET પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરીટમાં સમાવેશ થયેલ બાળકોને લાભ મળવાપાત્ર છે.
  • ધોરણ ૬ માં પ્રવેશ મળે.
  • ધોરણ ૬ થી ૧૨ સુધીનું વિનામૂલ્યે સૈનિક સ્કૂલ બેઇઝ ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે રહેવાની તથા જમવાની અદ્યતન સુવિધા.
  • NCC તાલીમ.
  • એન. ડી. એ. પરીક્ષાઓ માટે સતત માર્ગદર્શન.
  • રાજ્યમાં કુલ ૧૦ પૈકી (૨ શાળાઓ ફક્ત કન્યાઓ માટે) શાળાઓમાં ૫૦૦ વિદ્યાર્થીઓ લેખે કુલ ૫૦૦૦ વિદ્યાર્થીઓને લાભ મળશે.

CET EXAM 2025 : મોડેલ સ્કૂલ પ્રવેશ

  • કોઈ પણ શાળામાં ૧ થી ૫ નો અભ્યાસ કરેલ હોય અને CET પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરીટમાં સમાવેશ થયેલ બાળકોને લાભ મળવાપાત્ર છે.
  • ધોરણ ૬ માં પ્રવેશ મળે.
  • ધોરણ ૬ થી ૧૨ સુધીનું વિના મૂલ્યે શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે રહેવા અને જમવાની અદ્યતન સુવિધા.
  • વોકેશનલ વ્યવસાયિક શિક્ષણ તાલીમ.
  • સમગ્ર રાજ્યમાં કુલ ૭૨ મોડેલ સ્કૂલ આવેલ છે.

વધુ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ https://www.sebexam.org/ ની મુલાકાત લો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
હાલમાં ચાલી રહેલી યોજનાઓ:Click Here

Leave a Comment