Revenue talati Confirmation number : કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર કેવી રીતે જાણવો?

જો તમે રેવન્યુ તલાટી ભરતી માટે અરજી કરી છે અને તમારો કન્ફર્મેશન નંબર જાણવા માંગો છો, તો અહીં બે સરળ રીતો આપેલી છે. આ પગલાંને અનુસરીને તમે તમારો કન્ફર્મેશન નંબર સરળતાથી મેળવી શકો છો.

OTP (વન ટાઈમ પાસવર્ડ) વગર કન્ફર્મેશન નંબર શોધવા માટે

આ પદ્ધતિ ખાસ કરીને એવા ઉમેદવારો માટે ઉપયોગી છે જેઓ OTP વગર તેમનો કન્ફર્મેશન નંબર મેળવવા માંગે છે. આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  1. સૌ પ્રથમ, તમારે જે ભરતી માટે અરજી કરી છે તેનો જાહેરાત નંબર દાખલ કરવો પડશે. (GSSSB/202526/301)
  2. ત્યારબાદ, તમારે અરજી કરનારનું પૂરું નામ અને અટક (જેમ અરજીમાં દાખલ કર્યું હોય તેમ) દાખલ કરવી પડશે.
  3. તમારી અરજી કરતી વખતે આપેલો મોબાઇલ નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  4. ઉપરોક્ત વિગતો ભર્યા પછી, “Get Confirmation No” બટન પર ક્લિક કરો.
  5. ક્લિક કરતા જ તમારો કન્ફર્મેશન નંબર સ્ક્રીન પર દેખાશે.

નોંધ: જો કોઈ ઉમેદવારે એક કરતાં વધારે અરજી કરી હશે, તો સિસ્ટમ દ્વારા છેલ્લી માન્ય અરજીનો કન્ફર્મેશન નંબર જ દર્શાવવામાં આવશે.

અહીં ક્લિક કરીને OTP વગર કન્ફર્મેશન નંબર શોધો.

રેવન્યુ તલાટી Call Letter ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અરજી કરતી વખતે આપેલા મોબાઈલ નંબર અને જન્મતારીખનો ઉપયોગ કરીને કન્ફર્મેશન નંબર જાણવા માટે

જો તમે OTP નો ઉપયોગ કરીને કન્ફર્મેશન નંબર મેળવવા માંગતા હો, તો નીચેના પગલાં અનુસરો:

  1. સૌ પ્રથમ, તમારે જે ભરતી માટે અરજી કરી છે તેનો જાહેરાત નંબર દાખલ કરવો પડશે. (GSSSB/202526/301)
  2. ત્યારબાદ, તમારે અરજી કરતી વખતે આપેલો મોબાઇલ નંબર અને જન્મતારીખ દાખલ કરવી પડશે.
  3. ઉપરોક્ત વિગતો ભર્યા પછી, “Get Confirmation No” બટન પર ક્લિક કરો.
  4. ક્લિક કરતા જ તમારો કન્ફર્મેશન નંબર સ્ક્રીન પર દેખાશે.

નોંધ: જો કોઈ ઉમેદવારે એક કરતાં વધારે અરજી કરી હશે, તો સિસ્ટમ દ્વારા છેલ્લી માન્ય અરજીનો કન્ફર્મેશન નંબર જ દર્શાવવામાં આવશે.

અહીં ક્લિક કરીને કન્ફર્મેશન નંબર શોધો.

રેવન્યુ તલાટી Call Letter ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અમને આશા છે કે આ માહિતી તમને તમારો કન્ફર્મેશન નંબર શોધવામાં મદદરૂપ થશે. જો તમને અન્ય કોઈ પ્રશ્ન હોય તો  તમે જણાવી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!