Forest Guard Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ‘વનરક્ષક’, વર્ગ-૩ સંવર્ગની નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ કુલ-૧૫૭ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૦૧ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં ૧૮ થી ૩૩ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. દિવ્યાંગ ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹૨૬,૦૦૦/- નો ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
Forest Guard Recruitment 2025
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | વનરક્ષક, વર્ગ-૩ |
કુલ જગ્યા | ૧૫૭ |
નોકરી સ્થાન | ગુજરાત |
ફોર્મ શરુ થવાની તારીખ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫ (૧૪:૦૦ કલાક) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹૨૬,૦૦૦/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ) |
જગ્યાઓ
જગ્યાનું નામ | કુલ જગ્યા |
---|---|
વનરક્ષક, વર્ગ-૩ | ૧૫૭ |
કુલ | ૧૫૭ |
નોંધ: આ જાહેરાત દિવ્યાંગ વ્યક્તિઓની અનામતની ઘટની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) થી ભરવા અંગેની હોઈ કક્ષાવાર કોઈ અનામત જગ્યાઓ રાખવામાં આવેલ નથી. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ દિવ્યાંગતાના જુથમાં દર્શાવેલ માન્ય દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે.
Forest Guard Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
- માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિંદી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- ઉમેદવાર નીચે દર્શાવેલ લઘુત્તમ શારીરિક ધોરણો ધરાવતો હોવો જોઇશે:
- પુરુષ ઉમેદવારો માટે:
- મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર: ઊંચાઈ ૧૫૫ સેન્ટિમીટર, છાતી (ફુલાવ્યા વગર) ૭૯ સેન્ટિમીટર, છાતી (ફુલાવેલી) ૮૪ સેન્ટિમીટર, વજન ૫૦ કિલોગ્રામ.
- (મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના) ઉમેદવાર: ઊંચાઈ ૧૫૩ સેન્ટિમીટર, છાતી (ફુલાવ્યા વગર) ૭૯ સેન્ટિમીટર, છાતી (ફુલાવેલી) ૮૪ સેન્ટિમીટર, વજન ૫૦ કિલોગ્રામ.
- મહિલા ઉમેદવારો માટે:
- ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ ઉમેદવાર: ઊંચાઈ ૧૪૫ સેન્ટિમીટર, વજન ૫૦ કિલોગ્રામ.
- (ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ સિવાય) ઉમેદવાર: ઊંચાઈ ૧૫૦ સેન્ટિમીટર, વજન ૫૦ કિલોગ્રામ.
- પુરુષ ઉમેદવારો માટે:
- દિવ્યાંગતાની ૪૦% કે તેથી વધુ દિવ્યંગતાની ટકાવારી ધરાવતાં હોવાનું સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર ધરાવતાં હશે, તો જ દિવ્યાંગ ઉમેદવાર તરીકે લાભ મળશે.
Forest Guard Recruitment 2025 ઉંમર મર્યાદા
ઉંમર | ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ નહિ (તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ) |
દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:
કેટેગરી | છૂટછાટ | મહત્તમ વયમર્યાદા |
---|---|---|
સામાન્ય કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને | ૧૦ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
સામાન્ય કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતાં મહિલા ઉમેદવારોને | ૧૫ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
અનામત કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતાં પુરુષ ઉમેદવારો | ૧૫ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
અનામત કેટેગરીનાં શારીરિક અશક્તતા ધરાવતાં મહિલા ઉમેદવારો | ૨૦ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Forest Guard Recruitment 2025 અરજી ફી
નોટિફિકેશનમાં અરજી ફી અંગે કોઈ વિગત આપેલી નથી. કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લો.
Forest Guard Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલ છે. તેમાં MCQ-OMR / MCQ- Computer Based Response Test (CBRT) પરીક્ષાનો ઉલ્લેખ છે. રમત ગમતના વધારાના ગુણ અને NCC “C” સર્ટીફીકેટના વધારાના ગુણ પણ પસંદગીમાં ધ્યાનમાં લેવાશે.
Forest Guard Recruitment 2025 પગાર ધોરણ
જગ્યાનું નામ | પગાર ધોરણ |
---|---|
વનરક્ષક, વર્ગ-૩ | પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૨૬,૦૦૦/- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. પાંચ વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયેથી સાતમા પગાર પંચના રૂ.૧૮,૦૦૦/- થી રૂ.૫૬,૯૦૦/- (લેવલ-૪) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. |
વનરક્ષક ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
- ઉમેદવારોએ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ “On line Application” માં Apply પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
- જાહેરાત ક્રમાંક:૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર Click કરી Apply પર ક્લિક કરવું.
- ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખૂલશે. “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખૂલશે.
- “Skip” પર ક્લિક કરવાથી Application Format ખૂલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરવી. (જ્યાં લાલ ફુદડી (*) ની નિશાની હોય ત્યાં માગ્યા મુજબની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Personal Details ભર્યા બાદ “Educational Details” ભરવાની રહેશે.
- ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “save” પર Click કરવું.
- “save” પર Click કરવાથી “Application Number” generate થયેલ હશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર Click કરી Application Number અને તમારી Birth date type કરી Photo અને Signature upload કરવાના રહેશે.
- ફોર્મ સબમીટ કર્યા પછી ફોર્મ ને પ્રિન્ટ કરો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
ઓફિસિયલ વેબસાઈટ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |