Gandhinagar PM Poshan Bharti 2025 : ગાંધીનગર જીલ્લા પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ કોઈપણ પરીક્ષા વગરની સીધી ભરતી છે.
આ ભરતીમાં કુલ 12 જગ્યાઓ છે. આ ભરતી માટે ફોર્મ ભરવાના 11 જાન્યુઆરી 2025 થી શરુ થઈ ગયા છે. ફોર્મ 10 દિવસમાં ભરી દેવું. આ ભરતી વિશેની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી વિગતો વાંચી લેવી.
Gandhinagar PM Poshan Bharti 2025 | ગાંધીનગર મધ્યાહન ભોજન યોજના ભરતી
સંસ્થા | ગાંધીનગર જીલ્લા પીએમ પોષણ યોજના |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર |
કુલ જગ્યા | 5 |
નોકરી સ્થાન | ગાંધીનગર, ગુજરાત |
ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ | 11 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 10 દિવસો માં |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 25,000 સુધી |
ગાંધીનગર મધ્યાહન ભોજન યોજના ભરતી જગ્યાઓ
જગ્યાનુ નામ | જગ્યાની સંખ્યા |
---|---|
જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર | 1 |
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર | 4 |
Gandhinagar PM Poshan Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર
(અ) શૈક્ષણીક લાયકાત
૧. માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક ડીગ્રી ઓછામાં ઓછા ૫૦% ગુણાંકન સાથે પાસ કરેલ હોવી જોઇએ.
૨. સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ. તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે.
૩. માન્ય યુનિવર્સીટીમાંથી એમ.સી.એ. ની ડીગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.
(બ) અનુભવ
૧. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા ૨ વર્ષનો અનુભવ ફરજીયાત.
૨.ડી.ટી.પી.(ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
૩. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા.
૪. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
એમ.ડી.એમ. સુપરવાઈઝર
(અ) શૈક્ષણીક લાયકાત
૧. માન્ય યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ/ ફુડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડીગ્રી
૨. ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇ કરવામાં આવશે.
(બ) અનુભવ
૧. ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
૨. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
ગાંધીનગર પીએમ પોષણ ભરતી ઉંમર મર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉમંર ૧૮ વર્ષથી ઓછી અને ૫૮ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહી.
ગાંધીનગર મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ ફી ભરવાની જરૂર નથી.
Gandhinagar PM Poshan Bharti 2025 પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના ગાંધીનગર દ્વારા લેખિત/ઇ-મેઇલ ધ્વારા જણાવવામાં આવશે.
ગાંધીનગર પીએમ પોષણ ભરતી અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 11 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 10 દિવસો માં |
Gandhinagar PM Poshan Bharti 2025 પગાર ધોરણ
જગ્યાનુ નામ | પગાર |
---|---|
જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર | ₹15,000/- (ફિકસ) |
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર | ₹25,000/- (ફિકસ) |
Gandhinagar PM Poshan Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?
અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો “જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરી, જિલ્લા સેવા સદન, બીજા માળ, સેકટર-૧૧, ગાંધીનગર”ની કચેરીમાંથી મેળવી શકાશે.
નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
અરજી મોકલવાનું સરનામું :
જિલ્લા પુરવઠા અધિકારી,
પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરી,
જિલા સેવા સદન, બીજા માળ, સેકટર-૧૧, ગાંધીનગર
ખાસ નોંધ : આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે, કાયમી ભરતી નથી.
આ પણ વાંચો :
- દાહોદ જીલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સુધી
- રાજકોટ જીલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સુધી
Gandhinagar PM Poshan Bharti 2025 અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
અરજી કરવા માટેનું ફોર્મ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
અનુભવ કામ કર્યાં બાદ થાય છે, પેલા નથી થતો!
અને 8th pass 9th પાસ માટે પણ જોબ શેયર કરતા રહો!
🙏🏼🚩🥲
Job ni jarur che sir