GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોટી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ અલગ વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 ની કુલ 340+ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 17 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 વાગ્યા) સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂર છે. ગુજરાત સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ અવશ્ય વાંચી લેવું.
GPSC Recruitment 2025 | GPSC ભરતી 2025
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | નાયબ નિયામક, રાજ્ય વેરા નિરીક્ષક (STI), મદદનીશ નિયામક સહિતની વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 340+ (વિવિધ પોસ્ટ્સ) |
નોકરી સ્થાન | ગુજરાત |
જાહેરાત ક્રમાંક | 19/2025-26 થી 30/2025-26 |
ફોર્મ શરુ થવાની તારીખ | 03 ઓક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યાથી) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17 ઓક્ટોબર 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | નિયમો મુજબ (વર્ગ-1, 2 અને 3 માટે અલગ અલગ) |
જગ્યાઓ (Vacancy Details)
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | વર્ગ | કુલ જગ્યા |
---|---|---|---|
19/2025-26 | નાયબ નિયામક, G.A.S, વર્ગ-1 | ક્લાસ-1 | 01 |
20/2025-26 | મદદનીશ મેનેજર, વર્ગ-2 | ક્લાસ-2 | 01 |
21/2025-26 | મદદનીશ નિયામક (વેરા નિરીક્ષણ), વર્ગ-1 | ક્લાસ-1 | 01 |
22/2025-26 | મદદનીશ નિયામક, વર્ગ-2 | ક્લાસ-2 | 01 |
23/2025-26 | મેનેજર ગ્રેડ-1, વર્ગ-2, માર્ગ અને મકાન વિભાગ | ક્લાસ-2 | 01 |
24/2025-26 | ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-1 (વહીવટી શાખા) | ક્લાસ-1 | 01 |
25/2025-26 | મદદનીશ નિયામક વીમા, વર્ગ-2, નાણા વિભાગ | ક્લાસ-2 | 01 |
26/2025-26 | બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), વર્ગ-2 | ક્લાસ-2 | 04 |
27/2025-26 | રાજ્ય વેરા નિરીક્ષક (STI), વર્ગ-3, નાણા વિભાગ | ક્લાસ-3 | 323 |
28/2025-26 | પ્રાઇવેટ સેક્રેટરી (અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1), વર્ગ-2 | ક્લાસ-2 | 02 |
29/2025-26 | જિલ્લા રમતગમત અધિકારી, વર્ગ-2 | ક્લાસ-2 | 02 |
30/2025-26 | જુનિયર આર્કિટેક્ટ, વર્ગ-2, માર્ગ અને મકાન વિભાગ | ક્લાસ-2 | 01 |
કુલ | વિવિધ પોસ્ટ્સ | 340+ |
GPSC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
વિવિધ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે:
રાજ્ય વેરા નિરીક્ષક (STI)
- કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduate) ની ડિગ્રી.
- અનુભવ જરૂરી નથી.
નાયબ નિયામક, G.A.S, વર્ગ-1
- Ph.D. અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી.
- 2/5 વર્ષનો અનુભવ જરૂરી.
મદદનીશ મેનેજર, વર્ગ-2
પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં ડિગ્રી/ડિપ્લોમા અને 2/4 વર્ષનો અનુભવ.
અન્ય પોસ્ટ્સ (વર્ગ-1 અને વર્ગ-2)
- મદદનીશ નિયામક (વેરા નિરીક્ષણ): બેચલર / પોસ્ટ ગ્રેજ્યુએટ અને 05 વર્ષનો અનુભવ.
- ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-1: બેચલર/માસ્ટર અને B.Ed/D.El.Ed તથા 07 વર્ષનો અનુભવ.
- બાળ વિકાસ યોજના અધિકારી: બેચલર/માસ્ટર ડિગ્રી અને 3 વર્ષનો અનુભવ.
- નોંધ: દરેક પોસ્ટ માટેની ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
GPSC Recruitment 2025 ઉંમર મર્યાદા
વય મર્યાદા GPSC ના નિયમો અને ભરતીના નિયમો (Recruitment Rules) મુજબ રહેશે. સામાન્ય રીતે:
- વર્ગ-3 (જેમ કે STI) માટે નિયત કરેલ વય મર્યાદા.
- વર્ગ-1 અને વર્ગ-2 માટેની મહત્તમ વય મર્યાદા અલગ અલગ છે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
GPSC Recruitment 2025 અરજી ફી
કેટેગરી | અરજી ફી (રૂ.) |
---|---|
બિનઅનામત કેટેગરી (જનરલ) | સત્તાવાર નોટિફિકેશન મુજબ |
અન્ય કેટેગરી (અનામત વર્ગ) | નિયમો મુજબ ફીમાં રાહત |
અન્ય સૂચનાઓ
- ફી ઓનલાઈન માધ્યમથી અથવા પોસ્ટ ઓફિસ ચલણ દ્વારા 18 ઓક્ટોબર 2025 સુધી ભરી શકાશે.
- ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે.
GPSC Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
GPSC ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:
- પ્રિલિમિનરી પરીક્ષા (MCQ આધારિત)
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક, લાગુ પડતી હોય ત્યાં)
- રૂબરૂ મુલાકાત (Personal Interview)
- ફાઇનલ મેરિટ લિસ્ટ
GPSC ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
- ઉમેદવારોએ gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સૌ પ્રથમ પોર્ટલ પર રજીસ્ટર/લોગિન કરો.
- તમે જે ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો તેનો જાહેરાત ક્રમાંક અને પોસ્ટ પસંદ કરો.
- તમારી સામે ફોર્મ ખુલી જશે જેમાં તમારી બધી જ વિગતો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ (ફોટો અને સહી) અપલોડ કરો.
- કેટેગરી મુજબ લાગુ પડતી ફી ઓનલાઈન માધ્યમથી ભરો.
- બધી જ વિગતો ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરો અને કન્ફર્મ કરો.
- કન્ફર્મ કરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
ફોર્મ ભરવાની અને નોટિફિકેશન લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Short Notification PDF: | Click Here |
Official GPSC Website: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક (GPSC OJAS): | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |