GPSC STI Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ કુલ ૩૨૩ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા) સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ₹ ૪૯,૬૦૦/- (ફિક્સ) પગાર ધોરણ છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ અવશ્ય વાંચી લેવું.
GPSC STI ભરતી ૨૦૨૫ સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પોસ્ટનું નામ રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI) વર્ગ વર્ગ-૩ (Class-3) કુલ જગ્યા ૩૨૩ નોકરી સ્થાન ગુજરાત જાહેરાત ક્રમાંક ૨૭/૨૦૨૫-૨૬ ફોર્મ શરુ થવાની તારીખ ૦૩ ઓક્ટોબર ૨૦૨૫ (બપોરે ૧:૦૦ કલાક) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ કલાક) અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ પ્રથમ ૫ વર્ષ માટે ₹ ૪૯,૬૦૦/- (ફિક્સ)
જગ્યાઓ (Vacancy Details) જગ્યાનું નામ વર્ગ કુલ જગ્યા રાજ્ય વેરા નિરીક્ષક (STI) વર્ગ-૩ ૩૨૩ કુલ ૩૨૩
GPSC STI Recruitment 2025 શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી (Bachelor’s Degree). સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે. નોંધ: ફાઇનલ સેમેસ્ટર/વર્ષના ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
GPSC STI Recruitment 2025 ઉંમર મર્યાદા જગ્યાનું નામ ઉંમર મર્યાદા (૧૭/૧૦/૨૦૨૫ ના રોજ) રાજ્ય વેરા નિરીક્ષક (STI) ઓછામાં ઓછા ૨૦ વર્ષ અને ૩૫ વર્ષથી વધુ નહીં
અનામત વર્ગના ઉમેદવારો, મહિલા ઉમેદવારો, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
GPSC STI Recruitment 2025 અરજી ફી કેટેગરી અરજી ફી (રૂ.) બિન અનામત (General) ૧૦૦/- + પોસ્ટલ/સર્વિસ ચાર્જ અનામત વર્ગ (SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક) ફી ભરવામાંથી મુક્તિ
અન્ય સૂચનાઓ અરજી ફી માત્ર ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણથી સ્વીકારવામાં આવશે. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે.
GPSC STI Recruitment 2025 પસંદગી પ્રક્રિયા STI ભરતી ૨૦૨૫ માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:
પ્રાથમિક કસોટી (Preliminary Test): ૨૦૦ ગુણ (સંભવિત તારીખ: ૦૪/૦૧/૨૦૨૬) મુખ્ય લેખિત પરીક્ષા (Mains Examination): ૪૦૦ ગુણ (સંભવિત તારીખ: ૨૨ થી ૨૪ માર્ચ, ૨૦૨૬) ફાઇનલ મેરિટ લિસ્ટ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે તૈયાર થશે.
GPSC STI Recruitment 2025 પગાર ધોરણ જગ્યાનું નામ પગાર ધોરણ રાજ્ય વેરા નિરીક્ષક (STI) પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. ૪૯,૬૦૦/- માસિક ફિક્સ વેતન. પાંચ વર્ષ પછી રૂ. ૩૯,૯૦૦/- થી રૂ. ૧,૨૬,૬૦૦/- (પે મેટ્રીક્સ લેવલ-૭)
GPSC STI ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ? ઉમેદવારોએ http://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ‘Online Application’ મેનૂમાં જઈને જાહેરાત ક્રમાંક ૨૭/૨૦૨૫-૨૬ પસંદ કરો અને “Apply” બટન પર ક્લિક કરો. તમારી બધી જ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. કેટેગરી મુજબ લાગુ પડતી ફી ઓનલાઈન માધ્યમથી ભરો. ફોર્મ સબમીટ કર્યા બાદ તેને કન્ફર્મ (Confirm) કરો. કન્ફર્મ થયા પછી ફોર્મમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. કન્ફર્મ કરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
ફોર્મ ભરવાની અને નોટિફિકેશન લિંક