GSET 2025 : ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ (GSET) 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા રવિવાર, 16 નવેમ્બર 2025 ના રોજ યોજાશે. આ પરીક્ષા ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત નક્કી કરવા માટે લેવામાં આવે છે.
આ પરીક્ષા ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કેન્દ્રો પર 33 વિષયોમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન 18 ઓગસ્ટ 2025 થી શરૂ થશે અને 06 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU), વડોદરા
પરીક્ષાનું નામ
ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ (GSET)
પદનું નામ
આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયકાત
કુલ વિષયો
33
પરીક્ષાનો પ્રકાર
ઑબ્જેક્ટિવ ટાઇપ, મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ
પરીક્ષાની રીત
ઓફલાઇન (OMR શીટ)
નોકરી સ્થાન
ગુજરાત
અરજી કરવાની રીત
ઓનલાઇન
પરીક્ષાની તારીખ
રવિવાર, 16 નવેમ્બર 2025
GSET 2025 માટે શૈક્ષણિક લાયકાત
જનરલ/બિન-અનામત/જનરલ-EWS કેટેગરીના ઉમેદવારો માટે અનુસ્નાતક ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા જરૂરી છે (રાઉન્ડિંગ ઑફ કર્યા વગર).
SC/ST/SEBC (નોન-ક્રીમી લેયર)/દિવ્યાંગ/થર્ડ જેન્ડર કેટેગરીના ઉમેદવારો માટે અનુસ્નાતક ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જરૂરી છે (રાઉન્ડિંગ ઑફ કર્યા વગર).
જે ઉમેદવારો અનુસ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અથવા જેમનું પરિણામ બાકી છે, તેઓ પણ કામચલાઉ ધોરણે અરજી કરી શકે છે.
અન્ય રાજ્યોના અનામત કેટેગરીના ઉમેદવારોને જનરલ કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.
GSET 2025 માટે પરીક્ષા ફી
કેટેગરી
પરીક્ષા ફી
જનરલ / EWS / SEBC (નોન-ક્રીમી લેયર)
₹900/- + બેંક ચાર્જિસ
SC / ST / દિવ્યાંગ / થર્ડ જેન્ડર
₹700/- + બેંક ચાર્જિસ
પસંદગી પ્રક્રિયા
પસંદગી GSET ના બંને પેપરમાં ઉમેદવારના પ્રદર્શન પર આધારિત રહેશે.
કુલ ઉમેદવારોના 6% ઉમેદવારોને લાયક ગણવામાં આવશે.
પરીક્ષામાં બે પેપર હશે, બંને ઓબ્જેક્ટિવ ટાઇપ અને મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો હશે.
પેપર I 1 કલાકનો હશે (સવારે 09:30 થી 10:30).
પેપર II 2 કલાકનો હશે (સવારે 10:30 થી 12:30).
અગત્યની તારીખો
ઓનલાઇન ફી ચુકવણીની શરૂઆત
18 ઓગસ્ટ 2025
ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ
06 સપ્ટેમ્બર 2025
પરીક્ષાની તારીખ
16 નવેમ્બર 2025
અરજી કઈ રીતે કરવી?
GSET પરીક્ષા માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.
અરજી કરવા માટે બે ફરજિયાત પગલાં છે: પગલું 1: પરીક્ષા ફી ચૂકવવી અને પગલું 2: ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું.
અરજી ઓનલાઇન થયા બાદ, તેની પ્રિન્ટ કોપી અથવા અન્ય કોઈ દસ્તાવેજો ગુજરાત SET કાર્યાલયને મોકલવાના નથી.