GSRTC Helper Bharti 2024 : હેલ્પરની 1658 જગ્યાઓ માટે આવી મોટી ભરતી

GSRTC Helper Bharti 2024 અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ 1658 જગ્યાઓ પર ભરતી માટે નોટીફીકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 5 જાન્યુઆરી 2025 છે. અરજી કરનારાઓની ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

આ ભરતી હેલ્પરની કુલ 1658 જગ્યાઓ માટે કરવામાં આવશે. તેમાં સામાન્ય, SC, ST, OBC, EWS, મહિલાઓ અને દિવ્યાંગ લોકો માટે આરક્ષિત જગ્યાઓ પણ છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને અરજી પ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી માટે તમે આ પોસ્ટ ને ધ્યાનથી વાંચી શકો છો.

GSRTC Helper Bharti 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશન (GSRTC)
પોસ્ટનું નામહેલ્પર
કુલ જગ્યા1658
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ06 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ05 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ07 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹21,100

GSRTC Recruitment 2024 જગ્યાઓ

કેટેગરીજગ્યાઓ
જનરલ494
SC243
ST130
OBC244
EWS86
મહિલાઓ331
PWBD (દિવ્યાંગ)66

GSRTC હેલ્પર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.
  • એપ્રેન્ટિસશિપ માટે 15% આપવામાં આવશે.
  • ITIમાં ઓછામાં ઓછો 55% ગુણ હોવા જોઈએ.

GSRTC Helper Bharti 2024 ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટSC, ST, OBC, અને અન્ય વર્ગો માટે છૂટછાટ ઉપલબ્ધ છે.

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

જનરલ ઉમેદવારો માટે ફી₹300/- + GST
મહિલા, SC, ST, EWS, PWD, Ex-Servicemen માટે ફી₹200/- + GST
ફી ચુકવણી પદ્ધતિઓનલાઇન

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

  1. OMR પરીક્ષા
  2. ડોક્યુમેન્ટ ચકાસણી
  3. અંતિમ પસંદગી

GSRTC Helper Bharti માટે અગત્યની તારીખો

અરજી શરૂ કરવાની તારીખ06 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ05 જાન્યુઆરી 2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ07 જાન્યુઆરી 2025

GSRTC હેલ્પર પગાર ધોરણ

GSRTC હેલ્પર પદ માટે મહિનો પગાર ₹21,100/- છે.

GSRTC Helper Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું?

  1. ઓજસ વેબસાઈટ પર જાઓ : https://ojas.gujarat.gov.in.
  2. જો તમારે પહેલાથી રજીસ્ટર ન હોય, તો નવું રજીસ્ટર કરો.
  3. ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી તમામ જરૂરી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અને કામનો અનુભવ (જોઈએ તો).
  4. તમારો તાજેતરનો ફોટો (5 સેન્ટિમીટર x 3.6 સેન્ટિમીટર) અને સહી (5 સેન્ટિમીટર x 7.5 સેન્ટિમીટર) અપલોડ કરો.
  5. ફોર્મ ભર્યા પછી, સૂચનાઓ અનુસાર અરજી ફી ચુકવો.
  6. તમારી વિગતો ચકાસી લેવામાં આવ્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
  7. ફોર્મ સબમિટ થયા પછી, તમારે અરજી ફોર્મનો નકલ ડાઉનલોડ કરી લેવો, જેથી ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે.

GSRTC Helper Bharti 2024 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

3 thoughts on “GSRTC Helper Bharti 2024 : હેલ્પરની 1658 જગ્યાઓ માટે આવી મોટી ભરતી”

Leave a Comment