GSSSB CCE Class-III Recruitment 2026 Update: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૌણ સેવા વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે અગાઉ પ્રસિદ્ધ કરેલી જાહેરાતમાં મોટી સંખ્યામાં નવી જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા નવી સુધારા જાહેરાત-૧ બહાર પાડીને કુલ ૧૧૮૦ નવી જગ્યાઓ વધારવામાં આવી છે.
આ સાથે જ, ઉમેદવારોની સુવિધા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા તેઓ લંબાવેલી મુદત સુધી અરજી કરી શકશે. જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી દીધી છે, તેઓએ ફરી અરજી કરવાની જરૂર નથી.
GSSSB Recruitment 2026 સુધારા જાહેરાતની વિગતો
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| જાહેરાત ક્રમાંક | ૩૭૮/૨૦૨૫૨૬ (સુધારા જાહેરાત-૧) |
| નવી ઉમેરાયેલ જગ્યાઓ | ૧૧૮૦ (ગ્રુપ-A: ૩૨૫, ગ્રુપ-B: ૮૫૫) |
| કુલ નવી જગ્યાઓ | ૬,૫૫૦ (અગાઉ ૫,૩૭૦ હતી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૨ માર્ચ ૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | ૦૫ માર્ચ ૨૦૨૬ |
ગ્રુપ મુજબ નવી જગ્યાઓનું વિભાજન
સરકારના વિવિધ વિભાગોમાંથી મળેલા નવા માંગણાપત્રકોના આધારે નીચે મુજબની જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે:
- ગ્રુપ-A (વર્ગ-૩): કુલ ૩૨૫ નવી જગ્યાઓનો ઉમેરો. (હવે કુલ જગ્યાઓ ૨૬૯૦) .
- ગ્રુપ-B (વર્ગ-૩): કુલ ૮૫૫ નવી જગ્યાઓનો ઉમેરો. (હવે કુલ જગ્યાઓ ૩૮૬૦) .
મુખ્ય પોસ્ટ્સ અને નવી જગ્યાઓ (નમૂનારૂપ)
| સંવર્ગનું નામ (વર્ગ-૩) | ખાતાનું નામ |
|---|---|
| સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામક, વિકસતી જાતિ કલ્યાણ |
| ડેપો મેનેજર | ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ |
| જુનિયર ક્લાર્ક | વિવિધ ખાતાના વડા |
| મહેસૂલી ક્લાર્ક / હેડ ક્લાર્ક | કલેક્ટર કચેરીઓ / વિવિધ ખાતા |
| મદદનીશ અધિક્ષક | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ |
અરજી પ્રક્રિયા અને અગત્યની નોંધ
- અરજી ક્યાં કરવી: ઉમેદવારો ojas.gujarat.gov.in અથવા gsssb.gujarat.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
- જુના ઉમેદવારો: જેઓએ અગાઉ આ જાહેરાત અંતર્ગત અરજી કરી છે, તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી.
- અન્ય જોગવાઈઓ: અગાઉ તા. ૦૩/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ થયેલી મુખ્ય જાહેરાતની અન્ય તમામ શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે.
- બોર્ડ/નિગમની જગ્યાઓ: બોર્ડ અને નિગમની જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહીં.
અગત્યની લિંક
GSSSB CCE ભરતીની જૂની ફુલ જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| સુધારા જાહેરાત PDF ડાઉનલોડ કરો: | Click Here |
| ઓનલાઇન અરજી કરવા માટે: | Apply Online |
| GSSSB સત્તાવાર વેબસાઇટ: | Visit Site |