ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ માટે રેખનકાર (Draftsman), વર્ગ-૩ સંવર્ગની કુલ ૫૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
લાયક ઉમેદવારો તા. ૧૬/૦૧/૨૦૨૬ થી તા. ૩૦/૦૧/૨૦૨૬ સુધી OJAS ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
GSSSB રેખનકાર ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગનું નામ | માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર |
| પોસ્ટનું નામ | રેખનકાર (Draftsman), વર્ગ-૩ |
| કુલ જગ્યાઓ | ૫૨ |
| પગાર ધોરણ | રૂ. ૨૬,૦૦૦/- (૫ વર્ષ ફિક્સ) |
કેટેગરી મુજબ જગ્યાઓની વિગત
| કેટેગરી | કુલ જગ્યાઓ |
| સામાન્ય (General) | ૨૩ |
| EWS | ૦૫ |
| SEBC (OBC) | ૧૪ |
| SC | ૦૩ |
| ST | ૦૭ |
| કુલ | ૫૨ |
(નોંધ: આ પૈકી મહિલાઓ, દિવ્યાંગો અને માજી સૈનિકો માટે અનામત જગ્યાઓનો સમાવેશ થાય છે.)
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- શૈક્ષણિક લાયકાત: સરકાર માન્ય સંસ્થામાંથી ITI ડ્રાફ્ટમેન (સિવિલ) અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- વય મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ (અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે).
- કોમ્પ્યુટર જ્ઞાન: કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ હોવી જરૂરી છે.
અગત્યની તારીખો (Important Dates)
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૧૬/૦૧/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ કલાકથી)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૦૧/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી GSSSB દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટના આધારે કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની વધુ માહિતી સત્તાવાર જાહેરાતમાં જોઈ શકાય છે.
અગત્યની લિંક્સ
| ઓનલાઇન અરજી કરવા માટે: | Apply on OJAS |
| વિગતવાર જાહેરાત PDF: | અહીં ક્લિક કરો |
| GSSSB સત્તાવાર વેબસાઇટ: | gsssb.gujarat.gov.in |