GSSSB ની વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો લાંબા સમયથી આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીચે જાહેર થયેલી પરીક્ષાની તારીખો અને સંબંધિત પોસ્ટની વિગતો આપેલી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

GSSSB પરીક્ષાની તારીખો 2025

જાહેરાત ક્રમાંકઃ ૨૩૭/૨૦૨૪૨૫, ૩૦૪/૨૦૨૫૨૬, ૩૧૭/૨૦૨૫૨૬, ૩૨૫/૨૦૨૫૨૬, ૩૦૫/૨૦૨૫૨૬, ૩૦૬/૨૦૨૫૨૬, ૩૧૩/૨૦૨૫૨૬ અને ૩૨૦/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

ક્રમજાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખ અને વારપરીક્ષાનો સમય
૨૩૭/૨૦૨૨૨૫લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જુથ), વર્ગ-૩તા.૦૭/૦૮/૨૦૨૫ રવિવારસમય સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક
૩૦૪/૨૦૨૫૨૬વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩તા.૦૭/૦૮/૨૦૨૫ રવિવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૧૦/૨૦૨૫૨૬જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩તા.૦૮/૦૮/૨૦૨૫ સોમવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૨૫/૨૦૨૫૨૬સર્વેયર, વર્ગ-૩તા.૧૨/૦૮/૨૦૨૫ શુક્રવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૦૫/૨૦૨૫૨૬લઘુ ભુસ્તરશાસ્ત્રી, વર્ગ-૩તા.૧૧/૦૮/૨૦૨૫ મંગળવારસમય સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક
૩૦૬/૨૦૨૫૨૬આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩તા.૧૧/૦૮/૨૦૨૫ મંગળવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૧૩/૨૦૨૫૨૬મત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-૩તા.૧૧/૦૮/૨૦૨૫ મંગળવારસમય સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક
૩૨૦/૨૦૨૫૨૬માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩તા.૧૧/૦૮/૨૦૨૫ મંગળવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક

પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ (S.R.D.) અંતર્ગત વર્ગ-૩ ના સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ

જાહેરાત ક્રમાંક: ૩૧૫/૨૦૨૫૨૬, ૩૧૬/૨૦૨૫૨૬, ૩૧૮/૨૦૨૫૨૬, ૩૨૨/૨૦૨૫૨૬ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ (S.R.D.) અંતર્ગત વર્ગ-૩ ના સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

ક્રમજાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો સમય
૩૧૫/૨૦૨૫૨૬માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩તા.૧૫/૦૮/૨૦૨૫ સોમવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૧૬/૨૦૨૫૨૬સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩તા.૧૫/૦૮/૨૦૨૫ સોમવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૧૮/૨૦૨૫૨૬સર્વેયર, વર્ગ-૩તા.૧૫/૦૮/૨૦૨૫ સોમવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
૩૨૨/૨૦૨૫૨૬એક્સ-રે-ટેકનીશીયન, વર્ગ-૩તા.૧૫/૦૮/૨૦૨૫ સોમવારસમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક

પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

Leave a Comment