ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ દળના ટેકનિકલ વિભાગોમાં ૯૫૦ જેટલી મહત્ત્વની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.
લાયક અને ઉત્સાહી ઉમેદવારો ૦૯/૦૧/૨૦૨૬ થી ૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. ટેકનિકલ લાયકાત ધરાવતા યુવાનો માટે ગુજરાત પોલીસમાં જોડાવવાની આ એક સુવર્ણ તક છે.
ગુજરાત પોલીસ ટેકનિકલ ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) |
| કુલ જગ્યાઓ | ૯૫૦ |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (OJAS પોર્ટલ) |
| અરજી શરૂ થવાની તારીખ | ૦૯/૦૧/૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૯/૦૧/૨૦૨૬ |
ખાલી જગ્યાઓની વિગત (Post-wise Vacancy)
આ ભરતી હેઠળ નીચે મુજબના સંવર્ગોમાં નિમણૂક આપવામાં આવશે:
- પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ – PSI Wireless)
- ટેકનિકલ ઓપરેટર (Technical Operator)
- પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ – PSI MT)
- હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૧)
સામાન્ય શૈક્ષણિક લાયકાત (Eligibility)
ટેકનિકલ પોસ્ટ હોવાને કારણે, દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે:
- PSI (વાયરલેસ/MT): સંબંધિત એન્જિનિયરિંગ શાખા (EC / IT / Computer / Mechanical / Automobile) માં ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત.
- ટેકનિકલ ઓપરેટર: ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા ચોક્કસ ટેકનિકલ પ્રમાણપત્ર.
- ડ્રાઈવર મિકેનિક: આઈટીઆઈ (ITI) મિકેનિકલ અથવા સંબંધિત ટ્રેડ + ડ્રાઈવિંગ લાયસન્સ અને અનુભવ.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ OJAS Gujarat ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- ‘Online Application’ સેક્શનમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.
- ‘Gujarat Police Recruitment Board (GPRB)’ પસંદ કરો.
- તમારી પસંદગીની પોસ્ટ પર ક્લિક કરીને જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફી ભરીને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લિંક્સ
| ઓનલાઇન અરજી કરવા માટે: | Apply on OJAS |
| ફૂલ નોટિફિકેશન PDF: | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ: | GPRB Official Website |