ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ ની ભરતી, ધોરણ 10 પાસ માટે મોટી તક, જાણો સંપૂર્ણ વિગત

IAF Agniveervayu Non-Combatant Recruitment 2026: ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત ‘અગ્નિવીરવાયુ અયોદ્ધા’ (Non-Combatant) Intake 02/2026 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં હોસ્પિટાલિટી અને હાઉસકીપિંગ સ્ટ્રીમ માટે લાયક પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓફલાઇન અરજી કરવાની રહેશે. ભરતી વિશેની તમામ વિગતો જેવી કે ઉંમર, લાયકાત અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

IAF Recruitment 2026 Overview

સંસ્થાભારતીય વાયુસેના (Indian Air Force)
પોસ્ટનું નામઅગ્નિવીરવાયુ (Non-Combatant)
ઇનટેક02/2026
અરજી કરવાની છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની રીતઓફલાઇન (સામાન્ય ટપાલ અથવા ડ્રોપ બોક્સ દ્વારા)

લાયકાત અને માપદંડ

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન (ધોરણ 10) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવો જોઈએ.
  • વૈવાહિક સ્થિતિ: ફક્ત અપરિણીત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે.
  • જન્મ તારીખ: ઉમેદવારનો જન્મ 02 જુલાઈ 2005 અને 02 જાન્યુઆરી 2009 (બંને દિવસો શામેલ) ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ઉંમર મર્યાદા: નોંધણી સમયે મહત્તમ વય મર્યાદા 21 વર્ષની રહેશે.

શારીરિક અને તબીબી ધોરણો (Physical Standards)

ઊંચાઈ (Height)ન્યૂનતમ 152 સેમી
છાતી (Chest)ફૂલાવવાની લઘુત્તમ ક્ષમતા 5 સેમી
વજન (Weight)ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં
શ્રવણ શક્તિ (Hearing)દરેક કાનથી 6 મીટરના અંતરથી સામાન્ય ગણગણાટ સાંભળવા સક્ષમ

કાર્યનું વિવરણ (Job Profile)

  • હોસ્પિટાલિટી સ્ટ્રીમ: રસોઈ કરવી, રસોડું સંભાળવું, વાનગીઓની રજૂઆત, ટેબલ ગોઠવવા અને ભોજન પીરસવા સંબંધિત કામગીરી.
  • કીપિંગ સ્ટ્રીમ: સફાઈ કરવી, બગીચામાં પાણી પાવું, વાસણો/કપડાં ધોવા, વાળ કાપવા, મોચી કામ અને દરજી કામ સંબંધિત કામગીરી.

પસંદગી પ્રક્રિયા

  1. લેખિત કસોટી (Phase-I): કુલ 20 ગુણની પરીક્ષા (10 ગુણ અંગ્રેજી અને 10 ગુણ સામાન્ય જ્ઞાન).
  2. શારીરિક ક્ષમતા કસોટી (Phase-II): લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે.
  3. સ્ટ્રીમ પ્રોફિશિયન્સી ટેસ્ટ (Phase-III): જે તે સ્ટ્રીમ મુજબની આવડતની ચકાસણી.
  4. તબીબી તપાસ (Phase-IV): છેલ્લે મેડિકલ તપાસ કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ વેબસાઇટ agnipathvayu.cdac.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  2. ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને જરૂરી દસ્તાવેજો જોડો.
  3. ભરેલું ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ કોઈપણ એક કેન્દ્ર પર સામાન્ય ટપાલ અથવા રૂબરૂમાં ડ્રોપ બોક્સમાં પહોંચાડવાનું રહેશે.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification & Application Form:Click Here
સત્તાવાર વેબસાઇટ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!