ઇન્ડિયા પોસ્ટ GDS માં ૨૮,૦૦૦+ જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર: ૧૦ પાસ ઉમેદવારો માટે સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં!

ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા વર્ષ ૨૦૨૬ (Schedule-I) માટે ગ્રામીણ ડાક સેવક (GDS) ની અંદાજે ૨૮,૦૦૦ થી વધુ જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, ઉમેદવારોની પસંદગી માત્ર ૧૦મા ધોરણના મેરિટના આધારે કરવામાં આવશે.

લાયક ઉમેદવારો આ ભરતી માટે તા. ૩૧/૦૧/૨૦૨૬ થી રજીસ્ટ્રેશન શરૂ કરી શકશે અને તા. ૧૬/૦૨/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

India Post GDS ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ (India Post)
પોસ્ટનું નામBPM, ABPM અને ડાક સેવક (GDS)
કુલ જગ્યાઓ૨૮,૦૦૦+ (અંદાજિત)
શૈક્ષણિક લાયકાત૧૦ પાસ (ગણિત અને અંગ્રેજી સાથે)
પસંદગી પ્રક્રિયાસીધું મેરિટ (કોઈ પરીક્ષા નહીં)

પોસ્ટ અને જવાબદારીઓ (Job Profile)

  • બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM): પોસ્ટ ઓફિસનું સંચાલન, સરકારી યોજનાઓનું માર્કેટિંગ અને રેકોર્ડ જાળવણી.
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM): ટપાલની વહેંચણી, સ્ટેશનરીનું વેચાણ અને બેંકિંગ સેવાઓમાં મદદ.
  • ડાક સેવક: મુખ્ય પોસ્ટ ઓફિસ કે RMS માં ટપાલ સોર્ટિંગ અને ડિલિવરીની કામગીરી.

પગાર ધોરણ (TRCA Slab)

પોસ્ટનું નામમાસિક ભથ્થું (TRCA)
બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)રૂ. ૧૨,૦૦૦/- થી રૂ. ૨૯,૩૮૦/-
ABPM / ડાક સેવકરૂ. ૧૦,૦૦૦/- થી રૂ. ૨૪,૪૭૦/-

નોંધ: આ બેઝિક પગાર છે, આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA) અલગથી મળવાપાત્ર થશે.

લાયકાત અને વય મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: ૧૦ પાસ (ગણિત અને અંગ્રેજી વિષય સાથે).
  • સ્થાનિક ભાષા: જે તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન (ગુજરાત માટે ગુજરાતી) હોવું ફરજિયાત છે.
  • વય મર્યાદા: ૧૮ થી ૪૦ વર્ષ (૧૬/૦૨/૨૦૨૬ ના રોજ).
  • અન્ય લાયકાત: સાયકલ ચલાવવાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની પ્રાથમિક સમજ હોવી જોઈએ.

અરજી ફી (Application Fees)

  • જનરલ / OBC / EWS (પુરુષ): રૂ. ૧૦૦/-
  • મહિલાઓ / SC / ST / PwD / ટ્રાન્સવુમન: કોઈ ફી નથી (ફ્રી)

મહત્વની તારીખો

નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ૨૮/૦૧/૨૦૨૬
રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ૩૧/૦૧/૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ૧૬/૦૨/૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ સુધી)
ભૂલ સુધારણા (Correction Window)૧૮ થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬

ભારતીય પોસ્ટ ભરતી માટેના જરૂરી દસ્તાવેજો

  • ધોરણ ૧૦ ની માર્કશીટ
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય)
  • આધાર કાર્ડ
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી (Signature)
  • કોમ્પ્યુટર સર્ટિફિકેટ (જો માંગ્યું હોય)
  • મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે:indiapostgdsonline.gov.in
સત્તાવાર નોટિફિકેશન PDF:અહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!