ઇન્ડિયા પોસ્ટ GDS તમામ સર્કલનું મેરિટ લિસ્ટ જાહેર

India Post GDS Recruitment 2026: સરકારી નોકરીની શોધમાં રહેલા ૧૦ પાસ ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ની ૨૮,૭૪૦ થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં, ઉમેદવારોની પસંદગી માત્ર ૧૦મા ધોરણના મેરિટના આધારે કરવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 ટૂંકી વિગત (Overview)

વિગત

માહિતી

વિભાગનું નામ

ભારતીય ટપાલ વિભાગ (India Post)

પોસ્ટનું નામ

GDS, BPM અને ABPM

કુલ જગ્યાઓ

૨૮,૭૪૦+ (ભારતભરમાં)

ગુજરાતમાં જગ્યાઓ

૧,૮૩૦ (અંદાજિત)

શૈક્ષણિક લાયકાત

૧૦ પાસ (Maths અને English સાથે)

પસંદગી પ્રક્રિયા

૧૦મા ધોરણનું મેરિટ (પરીક્ષા વગર)

શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા

  • લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ૧૦મું ધોરણ પાસ હોવો જોઈએ. સ્થાનિક ભાષા (ગુજરાતી) નું જ્ઞાન હોવું ફરજિયાત છે.
  • કોમ્પ્યુટર જ્ઞાન: કોમ્પ્યુટર ચલાવવાનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
  • ઉંમર: ૧૮ થી ૪૦ વર્ષ. (અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.)

પગાર ધોરણ (Salary Structure)

  • BPM: રૂ. ૧૨,૦૦૦ થી ૨૯,૩૮૦/-
  • ABPM/GDS: રૂ. ૧૦,૦૦૦ થી ૨૪,૪૭૦/-
    (આ પાયાનો પગાર છે, આ ઉપરાંત અન્ય ભથ્થાઓ મળવાપાત્ર રહે છે.)

આ પણ વાંચો (ખાસ ઉપયોગી માહિતી):

તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે અને મેરિટ કેટલે અટકશે તેની વિગતવાર માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરો.
  • તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા પછી લોગિન કરો.
  • તમારી શૈક્ષણિક વિગતો અને ફોટો-સહી અપલોડ કરો.
  • તમારી પસંદગીના ડિવિઝન (જિલ્લા) અને પોસ્ટ ઓફિસ પસંદ કરો.
  • ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

મહત્વની લિંક્સ અને તારીખો

નોંધ: આ પોસ્ટ તમારા એવા મિત્રો સાથે જરૂર શેર કરો જેઓ ૧૦ પાસ છે અને સરકારી નોકરીની શોધમાં છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!