Indian Army Agniveer Recruitment Jamnagar 2026: ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા કરવા માંગતા ગુજરાતના યુવાનો માટે સુવર્ણ તક આવી ગઈ છે. આર્મી રિક્રુટિંગ ઓફિસ (ARO) જામનગર દ્વારા અગ્નિવીર યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
કયા જિલ્લાના ઉમેદવારો અરજી કરી શકશે?
આ ભરતી હેઠળ નીચે મુજબના જિલ્લાના રહેવાસી (Domicile) પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે:
- જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ.
- ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (UT).
ભરતીનું સમયપત્રક (Important Dates)
| ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ | ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૧ એપ્રિલ ૨૦૨૬ |
| ઓનલાઇન પરીક્ષા (CEE) | ૦૧ જૂન થી ૧૫ જૂન ૨૦૨૬ (સંભવિત) |
પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત
| પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
|---|---|
| Agniveer GD | ધોરણ ૧૦ પાસ (કુલ ૪૫% અને દરેક વિષયમાં ૩૩%) |
| Agniveer Technical | ધોરણ ૧૨ પાસ (Physics, Chemistry, Maths, English) ૫૦% માર્કસ સાથે |
| Agniveer Clerk / SKT | ધોરણ ૧૨ પાસ (કોઈપણ પ્રવાહ) ૬૦% માર્કસ સાથે |
| Agniveer Tradesman | ધોરણ ૧૦ પાસ અથવા ૮ પાસ (દરેક વિષયમાં ૩૩%) |
ઉંમર મર્યાદા: ૧૭.૫ થી ૨૨ વર્ષ (ઉમેદવારનો જન્મ ૦૧ જુલાઈ ૨૦૦૫ થી ૦૧ જુલાઈ ૨૦૦૯ ની વચ્ચે હોવો જોઈએ).
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- તબક્કો ૧: ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE).
- તબક્કો ૨: રિક્રુટમેન્ટ રેલી (શારીરિક કસોટી – ૧.૬ કિમી દોડ, પુલ-અપ્સ, મેડિકલ ટેસ્ટ).
અરજી ફી
ઉમેદવારે પરીક્ષા ફી તરીકે ₹ ૨૫૦/- (પ્લસ બેંક ચાર્જીસ) ઓનલાઇન ચૂકવવાના રહેશે.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Click Here |
| Official Notification PDF | Download Now |
| ઓનલાઇન અરજી કરવાની લિંક | Apply Online |