ઇન્ડિયન બેંકમાં સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત ઓફિસર અને ક્લાર્કની ભરતી, જલ્દી ઓનલાઇન ફોર્મ ભરો!

Indian Bank Sports Quota Recruitment 2026: રમતગમત ક્ષેત્રે રુચિ ધરાવતા અને સિદ્ધિ મેળવનાર ઉમેદવારો માટે ઇન્ડિયન બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી છે. ઇન્ડિયન બેંક દ્વારા વર્ષ 2025-26 માટે સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત ઓફિસર સ્કેલ-1 અને ક્લાર્ક (CSA) ની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતી માટે લાયક ઉમેદવારો 20 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. એથ્લેટિક્સ, બાસ્કેટ બોલ, ચેસ અને વોલીબોલ જેવી રમતોમાં નિપુણતા ધરાવતા ખેલાડીઓ આ ભરતીમાં ભાગ લઈ શકે છે. ભરતીની વધુ વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

Indian Bank Sports Quota Recruitment 2026 Overview

સંસ્થાઇન્ડિયન બેંક (Indian Bank)
પોસ્ટનું નામઓફિસર (JMG Scale 1) / ક્લાર્ક (CSA)
કુલ જગ્યા07
રમતગમતના પ્રકારએથ્લેટિક્સ, બાસ્કેટ બોલ, ચેસ, વોલીબોલ
અરજી શરૂ કરવાની તારીખ05 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની રીતઓનલાઇન

જગ્યાઓની વિગત (Sports Discipline)

સ્પોર્ટ્સ ડિસિપ્લિનજગ્યા
એથ્લેટિક્સ (100m, 400m)02 (પુરૂષ / મહિલા)
બાસ્કેટ બોલ02 (પુરૂષ)
ચેસ (ગ્રાન્ડ માસ્ટર)01 (પુરૂષ / મહિલા)
વોલીબોલ02 (પુરૂષ)

શૈક્ષણિક લાયકાત અને સ્પોર્ટ્સ લાયકાત

ઓફિસર (Scale-I)સ્નાતક (Graduation) અને દેશનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કર્યું હોય અથવા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યો હોય.
ક્લાર્ક (CSA)ધોરણ 12 પાસ અથવા સમકક્ષ અને રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સ્પર્ધામાં કર્યું હોય અથવા આંતર-યુનિવર્સિટી સ્પર્ધામાં વિજેતા હોય.

ઉંમર મર્યાદા (01-01-2026 ના રોજ)

ઓફિસર (Scale-I)18 થી 30 વર્ષ
ક્લાર્ક (CSA)18 થી 26 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
SC / ST ઉમેદવારો5 વર્ષ
OBC (NCL) ઉમેદવારો3 વર્ષ
PwBD ઉમેદવારો10 વર્ષ

અરજી ફી

કેટેગરીફી (GST સાથે)
SC/ST/PwBD/મહિલા ઉમેદવારો₹100
અન્ય તમામ ઉમેદવારો₹700

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાવાર કરવામાં આવશે:

  • અરજીઓની ચકાસણી (Screening of Applications)
  • સ્પોર્ટ્સ ટ્રાયલ્સ (Field Trials)
  • ઇન્ટરવ્યુ (Interview)

અરજી કરવાની રીત

  1. સૌ પ્રથમ, ઇન્ડિયન બેંકની અધિકૃત વેબસાઇટ www.indianbank.in પર જાવ.
  2. “Careers” સેક્શનમાં જઈને “Recruitment of Sportspersons – 2025-26” પર ક્લિક કરો.
  3. “Apply Online” પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરો.
  4. જરૂરી બધી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, રમતગમતના પ્રમાણપત્રો) અપલોડ કરો.
  5. તમારી કેટેગરી મુજબ ફીની ચુકવણી ઓનલાઇન કરો.
  6. ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ઓનલાઇન અરજી કરવાની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!