IOCL ગુજરાત રિફાઇનરીમાં 566 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની સંપૂર્ણ રીત

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ગુજરાત રિફાઇનરી (વડોદરા) દ્વારા વિવિધ ટ્રેડ અને ડિસિપ્લિનમાં એપ્રેન્ટિસની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી કૌશલ્ય વિકાસ પહેલના ભાગરૂપે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ કરવામાં આવશે. કુલ 566 જેટલી વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 07 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026 છે. ઉમેદવારોની પસંદગી કોઈપણ લેખિત પરીક્ષા વગર, માત્ર મેળવેલ ગુણના મેરિટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચેની વિગતો ધ્યાનથી વાંચો.

IOCL Gujarat Refinery Apprentice Bharti 2026

સંસ્થાઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) – ગુજરાત રિફાઇનરી
પોસ્ટનું નામટ્રેડ અને ટેકનિશિયન એપ્રેન્ટિસ
કુલ જગ્યા566
નોકરી સ્થાનવડોદરા, ગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ07 ફેબ્રુઆરી 2026 (સવારે 10:00 થી)
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2026 (સાંજે 17:00 સુધી)
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર (સ્ટાઈપેન્ડ)એપ્રેન્ટિસ એક્ટ મુજબ મળવાપાત્ર

જગ્યાઓની વિગત (ટ્રેડ મુજબ)

કોડટ્રેડ / ડિસિપ્લિનકુલ જગ્યા
101અટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)113
102ફિટર (મિકેનિકલ)79
103બોઈલર (મિકેનિકલ)18
104ટેકનિશિયન (કેમિકલ)105
105ટેકનિશિયન (મિકેનિકલ)77
106ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ)95
107ટેકનિશિયન (ઇન્સ્ટ્રુમેન્ટેશન)49
108સેક્રેટરિયલ આસિસ્ટન્ટ (BA/BSc/BCom)02
109એકાઉન્ટન્ટ (B.Com)01
110/111ડેટા એન્ટ્રી ઓપરેટર (ધોરણ 12 પાસ)27

શૈક્ષણિક લાયકાત

ટ્રેડ એપ્રેન્ટિસB.Sc. (Maths/Physics/Chemistry/Industrial Chemistry) અથવા B.A./B.Com અથવા ITI (Fitter).
ટેકનિશિયન એપ્રેન્ટિસસંબંધિત ડિસિપ્લિનમાં 3 વર્ષનો ડિપ્લોમા (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કેમિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન).
ડેટા એન્ટ્રી ઓપરેટરધોરણ 12 પાસ (ફ્રેશર અથવા સ્કિલ સર્ટિફિકેટ ધારક).
લઘુત્તમ ગુણજનરલ/OBC/EWS માટે 50% અને SC/ST/PwBD માટે 45%.

ઉંમર મર્યાદા (31.01.2026 ના રોજ)

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર24 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
SC / ST ઉમેદવારો5 વર્ષ
OBC (NCL) ઉમેદવારો3 વર્ષ
PwBD ઉમેદવારો10 વર્ષ

પસંદગી પ્રક્રિયા

પસંદગી શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ટકાવારીના આધારે ઉતરતા ક્રમમાં (મેરિટ) કરવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે, તો ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. મેરિટમાં આવતા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ07 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2026
ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ (અંદાજિત)26 ફેબ્રુઆરી 2026
ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ (અંદાજિત)05-03-2026 થી 10-03-2026

ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સ્ટેપ 1: સૌથી પહેલા ટ્રેડ મુજબ NAPS (https://apprenticeshipindia.gov.in/) અથવા NATS (https://nats.education.gov.in) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો.
  2. ગુજરાત રિફાઇનરી માટેના એસ્ટાબ્લિશમેન્ટ આઈડી (NATS: WGJVDS000002 / NAPS: E03202408538) દ્વારા ઓપોર્ચ્યુનિટીમાં એપ્લાય કરો.
  3. સ્ટેપ 2: પોર્ટલ પર એપ્લાય કર્યા પછી IOCL ની આ લિંક (Microsoft / Google Form) પર વધારાની માહિતી સબમિટ કરવી ફરજિયાત છે.
  4. બંને સ્ટેપ પૂર્ણ કર્યા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.

અરજી કરવા માટેની અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
Step 2 માટેની લિંક (Microsoft Form):Click Here
સત્તાવાર વેબસાઇટ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!