Law Officer Recruitment 2025 | કાયદા અધિકારી ભરતી, પગાર ૬૦,૦૦૦ સુધી

Law Officer Recruitment 2025 : પોલીસ મહાનિરીક્ષક કચેરી, સરહદી વિભાગ, ભુજ-કચ્છ દ્વારા ભરતી : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી વિભાગ ભુજ-કચ્છ હેઠળની (૧) પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ , (૨) પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ , (૩) પોલીસ અધિક્ષકશ્રી પાટણ અને (૪) પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા-પાલનપુર ની કચેરીઓ માટે કાયદા અધિકારી (વર્ગ-૧ સમકક્ષ) ની કુલ ૦૪ માસિક ઉચ્ચક માનદવેતનથી ૧૧ માસ માટે કરાર આધારિત ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

Law Officer Recruitment 2025 | કાયદા અધિકારી ભરતી

સંસ્થાપોલીસ મહાનિરીક્ષક કચેરી, સરહદી વિભાગ, ભુજ-કચ્છ
પોસ્ટનું નામકાયદા અધિકારી (વર્ગ-૧ સમકક્ષ)
કુલ જગ્યા04
ભરતીનો પ્રકાર11 માસના કરાર આધારિત
પગાર₹૬૦,૦૦૦/- માસિક ઉચ્ચક રકમ
અરજી કરવાની છેલ્લી તા.30/06/2025
વેબસાઇટhttps://spkutch.gujarat.gov.in/spkutch/default.aspx

Law Officer Recruitment 2025 લાયકાત અને અનુભવ

  • માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી.
  • વકીલાતની કામગીરીનો લઘુતમ ૧૦ વર્ષનો અનુભવ.

Law Officer Recruitment 2025 અન્ય વિગતો અને શરતો

  • જુડીસિયરી ડીપાર્ટમેન્ટમાં નિવૃત્ત થયેલ, હાલમાં વકીલાત કરતા અને અગાઉ કામગીરીનો અનુભવ ધરાવતી વ્યક્તિને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
  • ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું પ્રભુત્વ જરૂરી.
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ હોવું ફરજિયાત છે.
  • CCC સમકક્ષ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી.
  • અરજીપત્રકનો નમૂનો તથા ભરતીની શરતો અને બોલીઓ પોલીસ વિભાગની વેબસાઈટ https://spkutch.gujarat.gov.in ઉપર (અન્ય વિભાગ) માંથી ડાઉનલોડ કરી શકાશે.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી વિભાગ ભુજની કચેરી, બી.એસ.એન.એલ. કચેરી પાસે, હરીપર રોડ, કચ્છ-ભુજ – ૩૭૦૦૧૫ ના સરનામે રજી. પોસ્ટ એ.ડી. થી મોકલી આપવાની રહેશે.
  • કચેરીના સરનામે રજી. પોસ્ટ કરવુ અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારના સભ્યનો એક મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો.
  • અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહી.
  • નિયત કરેલ સમયનો વ્યતિત થશે તેમાં અરજીઓ લેવામાં આવશે નહી.
  • ખાલી જગ્યાઓની વરિષ્ઠતા તથા વહીવટી અનુકૂળતા જે તે જીલ્લાના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામા આવશે.
  • ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ ક્રિમિનલ કેસ/ગંભીર કાયદાકીય પ્રક્રિયા/ખાતાકીય તપાસ પડતર કે સૂચિત ના હોવી જોઈએ.
  • સદર જાહેરાત અન્વયે નિશ્ચિત શરતો અને અત્રેનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

આ પણ વાંચો : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી મોટી ભરતી, પગાર ૩૦,૦૦૦ સુધી

Law Officer Recruitment 2025 link

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:ડાઉનલોડ કરો
વધુ માહિતી માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment