MGVCL Recruitment 2025 : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર – સિવિલ) ની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ કાર્યરત તમામ ડિસ્કોમ, GETCO અને GSECL વતી હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન અરજીઓ દ્વારા કુલ 62 જગ્યાઓ ભરવાનો લક્ષ્ય છે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
MGVCL Recruitment 2025સંસ્થા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) પોસ્ટનું નામ વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર – સિવિલ) કુલ જગ્યા 62 નોકરી સ્થાન ગુજરાત (વિવિધ આનુષંગિક કંપનીઓ) અરજી શરૂ કરવાની તારીખ 15 જુલાઈ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓગસ્ટ 2025 (સાંજે 6:00 વાગ્યા સુધી) અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ ₹48,100 – ₹1,01,200
MGVCL Recruitment 2025 જગ્યાઓસબસિડિયરી કંપની કુલ જગ્યા MGVCL 04 DGVCL 02 UGVCL 03 PGVCL 07 GETCO 31 GSECL 15 કુલ 62
MGVCL Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાતમાન્ય UGC/AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી નિયમિત મોડમાં B.E./B.Tech (સિવિલ) ડિગ્રી. અંતિમ વર્ષ/છેલ્લા બે સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% ગુણ. અંતિમ વર્ષ અથવા છેલ્લા બે સેમેસ્ટરમાં કોઈ ATKT નહીં. જો ડિગ્રી અન્ય મોડ દ્વારા મેળવેલ હોય તો સમકક્ષતા પ્રમાણપત્ર ફરજિયાત.
MGVCL Recruitment 2025 માટે ઉંમર મર્યાદાકેટેગરી ઉંમર મર્યાદા (15-07-2025 ના રોજ) બિન-અનામત 35 વર્ષ અનામત (EWS સહિત) 40 વર્ષ મહિલા +5 વર્ષ છૂટછાટ દિવ્યાંગ +10 વર્ષ છૂટછાટ ભૂતપૂર્વ સૈનિક +10 વર્ષ છૂટછાટ મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ નહીં
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
MGVCL Recruitment 2025 અરજી ફીકેટેગરી ફી (GST સહિત) જનરલ ₹500/- અનામત (SC/ST/PwD) ₹250/-
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાપહેલો તબક્કો: કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) – 100 ગુણ બીજો તબક્કો: કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) – 100 ગુણ દસ્તાવેજ ચકાસણી તબીબી પરીક્ષા
પરીક્ષા પેટર્ન (સંભવિત) પહેલો તબક્કો પરીક્ષા પેટર્ન – 100 ગુણરીઝનિંગ: 15 ગુણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ: 15 ગુણ અંગ્રેજી (શબ્દભંડોળ, રૂઢિપ્રયોગો, સમાનાર્થી/વિરુદ્ધાર્થી): 20 ગુણ ગુજરાતી ભાષા: 20 ગુણ સામાન્ય જ્ઞાન: 10 ગુણ કોમ્પ્યુટર જ્ઞાન: 20 ગુણ નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે ¼ ગુણ.
બીજો તબક્કો પરીક્ષા પેટર્ન – 100 ગુણ (સિવિલ એન્જિનિયરિંગ વિષય)બેઝિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સોઇલ મિકેનિક્સ, RCC, પાઇલ ફાઉન્ડેશન વોટર સપ્લાય, ડ્રેનેજ, સુએજ, સેફ્ટી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, સ્ટીલ સ્ટ્રક્ચર્સ સિવિલ એન્જિનિયરિંગ એક્ટ્સ: મિનિમમ વેજીસ, શોપ્સ એક્ટ, EPF, વગેરે. અંગ્રેજી અને ગુજરાતીમાં કોમ્પ્યુટર આધારિત MCQ પરીક્ષા MGVCL Recruitment 2025 અગત્યની તારીખોફોર્મ શરૂ થવાની તારીખ 15 જુલાઈ 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 ઓગસ્ટ 2025 (સાંજે 6:00 વાગ્યા સુધી)
MGVCL વિદ્યુત સહાયક ભરતી પગાર ધોરણપગાર ધોરણ રકમ પહેલું વર્ષ ₹48,100/- પ્રતિ માસ (ફિક્સ) બીજું વર્ષ ₹50,700/- પ્રતિ માસ (ફિક્સ) 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ₹45,400 – ₹1,01,200/- (નિયમિતકરણ શક્ય)
MGVCL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?પ્રથમ, MGVCL ની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://www.mgvcl.com/ વેબસાઇટ પર “Vidyut Sahayak (Junior Engineer – Civil) માટે ઓનલાઈન અરજી કરો” પર ક્લિક કરો. તમારી જાતને રજીસ્ટર કરો અને એપ્લિકેશન નંબર જનરેટ કરો. અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો. જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ અપલોડ કરો. ઓનલાઈન મોડ દ્વારા અરજી ફી ભરો. ભવિષ્યના સંદર્ભ માટે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સાચવી રાખો. ફોર્મ ભરવાની લિંક