Municipal Engineer bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ ની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ ૬૦ જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે ઇજનેરી ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે.
આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે. ઉમેદવારોએ આ તક ઝડપી લેવી જોઈએ અને સમયસર પોતાનું ફોર્મ ભરી દેવું જોઈએ, કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.
મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ Details
| પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ | પગાર | ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
| મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ | ૬૦ | પ્રથમ પાંચ વર્ષ માટે ₹૪૯,૬૦૦ (ફિક્સ) | ૧૫/૦૯/૨૦૨૫ |
Municipal Engineer Educational Qualification શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારો પાસે કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
Municipal Engineer Age Limit ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
Municipal Engineer Salary Scale પગાર ધોરણ
- પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને માસિક ₹૪૯,૬૦૦/- નો ફિક્સ પગાર આપવામાં આવશે.
- પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ, ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ ₹૩૯,૯૦૦/- થી ₹૧,૨૬,૬૦૦/- (લેવલ-૭) ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળશે.
Municipal Engineer How to Apply ફોર્મ કઈ રીતે ભરવું?
ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની પ્રક્રિયા ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે અને છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ અને પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, વગેરે સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે. અરજી ફોર્મમાં ખોટી વિગતો ભરવાને કારણે અરજી રદ થઈ શકે છે.
નોંધ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરી દે.
અગત્યની લિંક
| સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
| ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |
