NTA NIFT Answer Key 2026: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) માં પ્રવેશ માટે લેવાયેલી NIFTEE-2026 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને ઉમેદવારોના રેકોર્ડેડ રિસ્પોન્સ શીટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.
જે ઉમેદવારોએ 8 ફેબ્રુઆરી 2026 ના રોજ આયોજિત UG (B.Des., B.F.Tech.) અને PG (M.Des., M.F.M., M.F.Tech.) પ્રોગ્રામ્સ માટેની પ્રવેશ પરીક્ષા આપી હતી, તેઓ હવે પોતાની ઉત્તરવહી ચકાસી શકે છે. જો કોઈ ઉમેદવારને NTA દ્વારા જાહેર કરાયેલા જવાબમાં ભૂલ જણાય, તો તેઓ ઓનલાઈન પડકાર (Objection) પણ ઉઠાવી શકે છે.
NTA NIFT પ્રવેશ પરીક્ષા 2026 – ઓવરવ્યું
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) |
| પરીક્ષાનું નામ | NIFT પ્રવેશ પરીક્ષા (NIFTEE-2026) |
| પરીક્ષાની તારીખ | 8 ફેબ્રુઆરી 2026 |
| આન્સર કી જાહેર તારીખ | 17 ફેબ્રુઆરી 2026 |
| વાંધા અરજી કરવાની સમયમર્યાદા | 17 થી 19 ફેબ્રુઆરી 2026 (રાત્રે 11:50 સુધી) |
| વાંધા અરજી ફી | ₹200 (પ્રતિ પ્રશ્ન, નોન-રીફંડેબલ) |
NIFT Answer Key કેવી રીતે ડાઉનલોડ કરવી અને વાંધો ઉઠાવવો?
- સૌ પ્રથમ NTA NIFT ની સત્તાવાર વેબસાઇટ exams.nta.nic.in/niftee/ પર જાઓ.
- હોમ પેજ પર “Challenge(s) regarding Answer Key” લિંક પર ક્લિક કરો.
- તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખ દ્વારા લોગિન કરો.
- લોગિન થયા પછી, ‘View Question Paper’ પર ક્લિક કરીને તમારી રિસ્પોન્સ શીટ જોઈ શકાય છે.
- જો તમે કોઈ જવાબને પડકારવા માંગતા હોવ, તો ‘Challenge Answer Key’ પર ક્લિક કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો PDF સ્વરૂપે અપલોડ કરો.
- છેલ્લે, દરેક પડકાર દીઠ ₹200 ફી ઓનલાઈન (UPI/Debit/Credit Card) દ્વારા ચૂકવી તમારો દાવો સબમિટ કરો.
નોંધ: નિષ્ણાતો દ્વારા તમારા વાંધાઓની સમીક્ષા કરવામાં આવશે. જો તમારો પડકાર સાચો જણાશે, તો ફાઈનલ આન્સર કી સુધારવામાં આવશે અને તેના આધારે જ પરિણામ તૈયાર થશે.
મહત્વની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| NIFT આન્સર કી લોગિન લિંક | Click Here |
| ઓફિશિયલ નોટિફિકેશન PDF | Download PDF |
| હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ: | Click Here |