PM SHRI KV Junagadh Recruitment 2026: પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ દ્વારા શૈક્ષણિક સત્ર 2026-27 માટે સંપૂર્ણપણે હંગામી અને અંશકાલિક કરાર આધારિત (Contractual) શિક્ષકો અને અન્ય સ્ટાફની પેનલ તૈયાર કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 18 માર્ચ 2026 ના રોજ સવારે વિદ્યાલય કેમ્પસ ખાતે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. આ ભરતીમાં પ્રાથમિક શિક્ષક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તેમજ વિવિધ કોચ અને ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓનો સમાવેશ થાય છે. વધુ માહિતી નીચે મુજબ છે.
PM SHRI KV Junagadh Recruitment 2026 Overview
| સંસ્થા | પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ |
| પોસ્ટનું નામ | PGT, TGT, PRT અને અન્ય વિવિધ જગ્યાઓ |
| પસંદગીનો પ્રકાર | વોક-ઇન-ઇન્ટરવ્યુ |
| ઇન્ટરવ્યુ તારીખ | 18/03/2026 |
| રજીસ્ટ્રેશન સમય | સવારે 09:00 થી 11:00 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત (Contractual) |
ખાલી જગ્યાઓની વિગત
| પોસ્ટ | વિષયો / ટ્રેડ |
|---|---|
| PGT | હિન્દી, અંગ્રેજી, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કોમ્પ્યુટર સાયન્સ |
| TGT | હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, આર્ટ એજ્યુકેશન, વર્ક એજ્યુકેશન, P&HE, સ્પેશિયલ એજ્યુકેટર |
| PRT | પ્રાથમિક શિક્ષક, સંગીત શિક્ષક, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, બાલવાટિકા શિક્ષક |
| Misc. Teachers | લાઇબ્રેરિયન, કાઉન્સેલર, નર્સ, યોગા ઇન્સ્ટ્રક્ટર, માર્શલ આર્ટ ઇન્સ્ટ્રક્ટર |
| Atal Lab Instructor | B.E./B.Tech (Electronics & Communication Engineering) |
શૈક્ષણિક લાયકાત
- તમામ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના નિયમો મુજબ રહેશે.
- CTET પાસ ઉમેદવારોને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે.
- અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર માટે 1 વર્ષનો અનુભવ જરૂરી છે.
અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો
ઉમેદવારોએ નિર્ધારિત તારીખે વિદ્યાલયની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને ભરીને સાથે લાવવાનું રહેશે. ઇન્ટરવ્યુ સમયે નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવા:
- તમામ શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો (Original Certificates).
- તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલોનો એક સેટ.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો.
ઇન્ટરવ્યુનું સ્થળ
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ, આદર્શ નિવાસી શાળાની પાછળ, બિલખા રોડ, જૂનાગઢ.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification Image: | Click Here |
| અરજી ફોર્મ અને વધુ વિગત માટે: | Click Here |
| KVS સત્તાવાર વેબસાઇટ: | Visit Site |