PNB માં 5138 એપ્રેન્ટિસની મોટી ભરતી, કોઈ પણ સ્નાતક કરી શકે છે અરજી, જાણો સંપૂર્ણ વિગત

PNB Apprentice Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બેંક દ્વારા વર્ષ 2025-26 માટે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ કુલ 5138 જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતીમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જગ્યાઓ ખાલી છે. અરજી કરવાની પ્રક્રિયા 08 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી 24 ફેબ્રુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા પાસ કરવાની રહેશે. વધુ માહિતી માટે નીચેનો લેખ વાંચો.

PNB Apprentice Recruitment 2026 Overview

સંસ્થાપંજાબ નેશનલ બેંક (PNB)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (Apprentice)
કુલ જગ્યા5138
નોકરી સ્થાનસમગ્ર ભારત (ગુજરાત સહિત)
અરજી શરૂ કરવાની તારીખ08 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ24 ફેબ્રુઆરી 2026
પરીક્ષાની તારીખ (અંદાજિત)માર્ચ 2026 (પ્રથમ અઠવાડિયું)
અરજી કરવાની રીતઓનલાઇન

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતસરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) પાસ હોવું જોઈએ. (તા. 01-01-2026 ના રોજ પરિણામ આવી ગયેલું હોવું જોઈએ)

ઉંમર મર્યાદા (01-01-2026 ના રોજ)

લઘુત્તમ ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર28 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
SC / ST ઉમેદવારો5 વર્ષ
OBC (NCL) ઉમેદવારો3 વર્ષ
PwBD ઉમેદવારો10 વર્ષ

અરજી ફી

કેટેગરીફી (GST સાથે)
PWBD ઉમેદવારો₹472
SC / ST / મહિલા ઉમેદવારો₹708
અન્ય તમામ (General/OBC)₹944

પગાર (સ્ટાઈપેન્ડ)

શાખાના પ્રકારમાસિક સ્ટાઈપેન્ડ
મેટ્રો / અર્બન / સેમી-અર્બન / ગ્રામીણ₹10,000 થી ₹15,000 (નિયમો અનુસાર)

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાની જાણકારી (Local Language Test) ના આધારે કરવામાં આવશે. ઓનલાઇન પરીક્ષામાં જનરલ અવેરનેસ, અંગ્રેજી, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને રીઝનીંગના પ્રશ્નો પૂછવામાં આવશે.

ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌ પ્રથમ, PNB ની સત્તાવાર વેબસાઇટ www.pnb.bank.in પર જાવ.
  2. “Recruitment” સેક્શનમાં “Engagement of Apprentices in PNB” પર ક્લિક કરો.
  3. ત્યારબાદ NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી ઓનલાઇન ફોર્મ ભરો.
  4. તમારી બધી વિગતો ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  5. કેટેગરી મુજબ ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ મેળવી લો.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ઓનલાઇન અરજી કરવાની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!