ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક)’ ની કરાર આધારિત જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ ૪૦ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટ, 2025 ના રોજ શરૂ થશે અને 26 ઓગસ્ટ, 2025 ના રોજ સમાપ્ત થશે. માસિક ફિક્સ પગાર રૂ. 21,000/- નિર્ધારિત કરવામાં આવ્યો છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવી હિતાવહ છે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી | Primary Gyan Sahayak Bharti 2025
પોસ્ટ નામ | જ્ઞાન સહાયક (પ્રાથમિક) |
પગાર | ₹ 21,000/- |
છેલ્લી તારીખ | 26/08/2025 |
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી ઉંમર મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ ઉંમર ૪૦ વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે.
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી શૈક્ષણિક લાયકાત
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)’ હેઠળ ખાલી પડનારી જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો.
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી અગત્યની તારીખો
- ઓન-લાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ: 19/08/2025 (બપોરે ૧૪:૦૦ કલાકથી)
- ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 26/08/2025 (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી પગાર ધોરણ
જ્ઞાન સહાયક (પ્રાથમિક) તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને માસિક ફિક્સ મહેનતાણું રૂ. 21,000/- ચૂકવવામાં આવશે.
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
- રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ https://pregyansahayak.ssagujarat.org/ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી કરતી વખતે તમામ જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરવી અને સૂચનાઓનું પાલન કરવું.
- ઉમેદવારે પ્રમાણપત્રની મૂળ નકલ, ઓન-લાઇન ફોર્મ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
- સફળ અરજી માટે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરવું.
પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી અગત્યની લિંક
સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |